News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની ચર્ચા ચાલી રહી છે.
આ ચર્ચા વચ્ચે સરકાર તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
સાથે તેમણે ઇશારો કર્યો છે કે તેલ કંપનીઓ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે.
વૈશ્વિક ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે યુક્રેન અને રશિયામાં શું થઈ રહ્યું છે, જુઓ કે વૈશ્વિક સ્થિતિ શું છે. આવી સ્થિતિમાં, તેલ કંપનીઓ નિર્ણય લેશે.
ચૂંટણીના કારણે ભાવો વધી રહ્યા નથી એમ કહેવું બુદ્ધિહીન છે. આપણે માત્ર એટલું જ આશ્વાસન આપી શકીએ કે આપણી ઊર્જાની જરૂરિયાતો પૂરી થતી રહેશે.
આ સમાચાર પણ વાંચો :ક્રૂડ ઓઈલના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે રશિયાએ આપી ધમકી, અમેરિકા-યુરોપ આ પગલું ભરશે તો 300 ડોલર પ્રતિ પહોંચશે કાચા તેલનો ભાવ…