ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ, 2021
ગુરુવાર
વારંવારની ચેતવણી બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારી કૉ-ઑપરેટિવ બૅન્કો સામે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ફરી આકરાં પગલાં લીધાં છે. ચાર બૅન્કોને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ચાર બૅન્કમાં અમદાવાદની મર્કન્ટાઇલ કૉ-ઑપરેટિવ બૅન્કને 62.50 લાખ રૂપિયા, મુંબઈની SVC સહકારી બૅન્કને 37.50 લાખ રૂપિયા, મુંબઈની સારસ્વત બૅન્કને 25 લાખ અને આંધ્ર પ્રદેશની મહેશ કૉ-ઑપરેટિવ અર્બન બૅન્કને અધધધ કહેવાય એમ 1.12 કરોડ રૂપિયાનો દંડ RBIએ ફટકાર્યો છે.
RBIના કહેવા મુજબ આંધ્રપ્રદેશની મહેશ કૉ-ઑપરેટિવ અર્બન બૅન્કને ડિપોઝિટ પરના ઇન્ટરેસ્ટ રેટ તેમ જ KYCને લગતા નિયમોનું પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. અમદાવાદની બૅન્કને ડિપોઝિટ રકમના ઇન્ટરેસ્ટ રેટને લગતા નિયમોનું પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જ્યારે SVC સહકારી બૅન્કે બૅન્કમાં થતી ફ્રૉડ મૉનિટરિંગ એટલે કે છેતરપિંડી પર નજર રાખવા અંગેના તથા ડિપોઝિટ રકમના ઇન્ટરેસ્ટને લગતા નિયમોનું પાલન કર્યું નથી. મુંબઈની જ સારસ્વત સહકારી બૅન્કે ડિપોઝિટ પરના ઇન્ટરેસ્ટ રેટ તેમ જ ડિપોઝિટ ઍકાઉન્ટની દેખરેખના નિયમોનું પાલન નહીં કર્યું હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે
આમ આદમીને મોંઘવારીની થપાટ! ઇંધણના ભાવ બાદ હવે આ વસ્તુમાં ઝીંકાયો વધારો ; જાણો વિગતે
ગયા અઠવાડિયે પણ RBIએ મુંબઈની મોગાવીરા કૉ-ઑપરેટિવ બૅન્ક સહિતની 3 બૅન્કોને 23 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં મોગાવીરાને 12 લાખ, ઇન્દાપુર અર્બન બૅન્કને 10 લાખ અને બારામતી સહકારી બૅન્કને 1 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.