347
Join Our WhatsApp Community
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લગભગ નવ વર્ષ પછી એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે.
આઇબીઆઈએ તમામ બેન્કોને ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે.
તમામ કેન્દ્રો પરના દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે હવે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા ઇન્ટરચેંજ ફી તરીકે ભરવાના રહેશે.
નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાને બદલે 6 રૂપિયા ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.
જો કે, ગ્રાહકો તેમની બેંકના ATMથી મહિનામાં 5 નિશુલ્ક ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકશે.
You Might Be Interested In