236
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કંપનીના સ્ટોકે છેલ્લા 9 દિવસમાં રૂપિયા 1600 કરોડનો નફો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઓક્ટોબર 2021ના 9 ટ્રેડિંગ સત્રોમાં ટાઇટનના શેરની કિંમત લગભગ 17.50 ટકા વધી હતી, જેનાથી રાકેશ ઝુનઝુનવાલાને આશરે 1600 કરોડની કમાણી થઈ.
ઓક્ટોબર 2021 માં ટાઇટનના શેરની કિંમત 2161.85થી વધીને 2540 થઈ છે.
છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોમાં, તે પ્રતિ શેર રૂ. 378.15 વધ્યો છે. આ રેલીમાં, ટાઇટનના શેરની કિંમત રૂ. 2,608.95ની નવી ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચી હતી.
You Might Be Interested In