ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને BPનું ફ્યૂલ ઍન્ડ મોબિલિટી જૉઇન્ટ વેન્ચર, રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે (RBML) નવી મુંબઈમાં પોતાનું પહેલું જિયો-બીપી બ્રાન્ડેડ મોબિલિટી સ્ટેશન લૉન્ચ કર્યું છે. જિયો અને બીપી વિશ્વ સ્તરીય મોબિલિટી સ્ટેશનોનું એક નેટવર્ક લાવી રહ્યું છે. જે ગ્રાહકોને ઈંધણના અનેક વિકલ્પ આપશે. જે ભારતના મોબિલિટી સૉલ્યુશનની શકલ બદલી નાખશે. 1400થી વધુ ઈંધણ સ્ટેશનમાં અસ્તિત્વમાં રહેલા નેટવર્કને જિયો-બીપીના રૂપમાં રીબ્રાન્ડ કરવામાં આવશે. ભારતમાં ફ્યૂલ ઍન્ડ મોબિલિટીની બજારમાં તેજી આવી રહી છે. આ મોબિલિટી સ્ટેશનમાં શ્રેષ્ઠ શ્રેણીનું ઈંધણ, ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન તેમ જ ખાવાપીવાની સુવિધા ઉપલપ્ધ હશે.
નવા મોબિલિટી સ્ટેશન લૉન્ચ કરવાની સાથે જ રિલાયન્સના કહેવા મુજબ ભવિષ્યમાં કાર્બનના ઉત્સર્જનનું સૉલ્યુશન લાવવાની પણ યોજના છે. રિલાયન્સ રીટેલ અને જિયો કરોડો ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળું ઈંધણ, લુબ્રિકન્ટ્સ, રીટેલ અને ઍડવાન્સ લો કાર્બન મોબોલિટી વગેરેનો ફાયદો થશે.