ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકએ પોતાના 44 કરોડ કસ્ટમર્સ માટે નવુ નોટિફિકેશન જારી કર્યુ છે.
આ નોટિફિકેશનમાં જણાવાયુ છે કે 4 અને 5 સપ્ટેમ્બરે કેટલાંક કલાક માટે ઇન્ટરનેટ બેંકિંગ સહિત 7 પ્રકારની સર્વિસિઝ બાધિત રહેશે.
SBI એ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરતા કહ્યું, 4 સપ્ટેમ્બરે રાત 11.35 વાગ્યાથી 5 સપ્ટેમ્બરે 1.35 વાગ્યા સુધી મેન્ટેનન્સ ગતિવિધીઓ ચાલશે.
આ દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગ, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને આઇએમપીએસ અને UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.
અગાઉ, SBIએ 16 અને 17 જુલાઈ માટે સમાન ચેતવણી જારી કરી હતી, ત્યારબાદ આ સેવાઓ રાત્રે 10:45 થી 1:15 (150 મિનિટ) સુધી ઉપલબ્ધ નહોતી.
ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, SBI YONO પાસે હાલમાં કુલ 35 મિલિયન રજીસ્ટર્ડ યુઝર્સ છે. આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાને કારણે, SBI રાતના સમયે મેઇન્ટેનન્સનું કામ કરે છે જેથી ઓછામાં ઓછા ગ્રાહકોને અસર થાય.