ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઝટકો આપ્યો છે.
રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ અને એમેઝોન વચ્ચેનાં વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે એમેઝોનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, સિંગાપુરમાં જે ઇમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે ભારતમાં પણ લાગુ પડશે.
સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુર ગ્રુપના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી હતી અને ભારતમાં પણ એમેઝોને વિલીનીકરણ સોદા વિરુદ્વ અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પહેલા રિલાયન્સ રિટેલે ફ્યુચર ગ્રુપનાં રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ હસ્તગત કરવાનો નિર્ણય કર્યો હતો. આ સોદો 24,713 કરોડ રૂપિયામાં થઈ રહ્યો હતો. .