ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી)એ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડને આગામી 6 મહિના માટે ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી) શરૂ કરવા પર રોક લગાવી છે.
સાથે જ સેબીએ કોટક એએમસી પર 50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જે આગામી 45 દિવસમાં ભરવાનો રહેશે.
સેબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોટક મહિન્દ્રાએ રોકાણકારોને એટલું વળતર આપ્યું નથી જેટલું તેમને છ એફએમપીના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ તરફથી લોંચ કરવામાં આવેલ કેટલાક એફએમપી રોકાણકારોને તેમની સંબંધિત મેચ્યોરીટી પીરિયડનાં હિસાબે જાહેર નેટ એસેટ વેલ્યુ (એનએવી)ના આધારે પુરી આવકનું ચુકવણુ નહોતું કર્યું જેને ધ્યાને લઈને સેબીએ આ નિર્ણય લીધો છે.
GST રિટર્ન ભરનારા બિઝનેસ એકમો માટે પહેલી સપ્ટેમ્બરથી આ નવો નિયમ અમલમાં આવશે; જાણો વિગત