News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Ltd.) અને તેના બે અધિકારીઓને ફેસબુસ(Facebook) સાથે થયેલી 5.7 બિલિયન ડોલરની ડીલ(Billion dollar deal) બાબતે શેર બજારને(Stock market) જાણ નહીં કરવા બદલ સિક્યોરીટીસ એન્ડ્ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ દેશના ટોચના ઉદ્યોગપતિ(Top businessman) મુકેશ અંબાણીની(Mukesh Ambani) માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જિઓ અને ફેસબુકની ડીલ બાબતે શેરબજાર સીધી જાણ નહીં કરતા મિડિયામાં તેનો અહેવાલ આપી દીધો હતો. તેનાથી SEBIના નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) થાય છે. SEBIના કહેવા મુજબ ફેસબુક સાથેની ડીલનો અહેવાલ 24-25 માર્ચ, 2020માં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : હવે નોન બ્રાંડેડ ફૂડ પર પણ GST લાગશે- સરકારી સમિતિની ભલામણ પછી વેપારીઓ નારાજ-જાણો શું થયું
તેથી SEBIએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બે અધિકારી સાવિત્રી પારેખ(Savitri Parekh) અને સેતુરામનને(Sethuraman) સંયુક્ત રૂપ થી 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. SEBIના આદેશ મુજબ દંડની રકમ 45 દિવસમાં ભરવાની રહેશે.