News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Share market)માં આજે ડાઉનટ્રેન્ડનો સિલસિલો થોભી ગયો છે.
સતત 5 સેશનના ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે ખુલ્યું છે.
સેન્સેક્સ(sensex) 492.11 પોઈન્ટના વધારા સાથે 53,422.42 પર અને નિફ્ટી(Nifty) 151.45 પોઈન્ટના વધારા સાથે 15,959.45 પર ટ્રેડ કરી રહ્યો છે.
બજાર ખુલતાની સાથે જ લગભગ 1486 શેર વધ્યા, 397 શેર ઘટ્યા અને 72 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
આ સમાચાર પણ વાંચો : શેરબજાર કડડભૂસ: સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ આટલા પોઈન્ટનું ગાબડું... તેમ છતાં આ શેરોમાં જોવા મળ્યો ઉછાળો.