ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાની સારવાર લઈ રહેલા લોકોને રાહત અને આર્થિક સહાય આપવા માટે પબ્લિક સેક્ટરની બૅન્કો હવે પાંચ લાખ સુધીની લોન આપશે. રવિવારે ઇન્ડિયન બૅન્ક્સ ઍસોસિયેશન (IBA) અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કોવિડ-૧૯થી રાહત આપવા આ લોનની યોજનાઓ રજૂ કરવામાં આવી હતી.
SBIના અધ્યક્ષ, દિનેશ ખારાએ આ પરિષદમાં જાહેરાત કરી હતી કે દેશની જાહેર ક્ષેત્રની બૅન્કો કોવિડ ટ્રીટમેન્ટ હેઠળની વ્યક્તિઓને પાંચ લાખ રૂપિયા સુધીની અસુરક્ષિત લોન આપશે. એટલે કે આ લોન માટે કોઈ પણ પ્રકારના કોલેટરલની જરૂર હોતી નથી. તેના બદલે લેનારાની શાખની માન્યતા પર મંજૂરી આપવામાં આવે છે.
એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલ થયું મોંઘું, જાણો નવા ભાવ
ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિગત લોન માટેનું વળતર પાંચ વર્ષનું છે અને SBI વાર્ષિક ૮.૫%ના વ્યાજ દરે આ લોન આપશે. આ અંતર્ગત ઓછામાં ઓછી ૨૫ હજાર અને વધુમાં વધુ પાંચ લાખની લોન મળશે. અન્ય બૅન્કોને તેમના વ્યાજદર નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે.