ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
રવિવાર.
વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી, કરચોરી તથા તેમના દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવા બાબતે કેન્દ્ર સરકારને સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. તેથી જો 10 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન કંપની માટેનો પ્રસ્તાવિત કાયદો લાગુ કરવામાં આવતો નથી તો દેશભરમાં રાષ્ટ્રીય અભિયાન છેડવામાં આવશે, જે અંતર્ગત એક ડિજિટલ રથ ‘ભારત વ્યાપાર ક્રાંતિ રથ' ના રૂપમાં દેશના તમામ રાજ્યો, જિલ્લા, શહેરો અને ગામમાં તેને ચલાવીને લોકોને ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓના જૂઠનો પરદા ફાસ કરવામાં આવશે એવી ચેતવણી કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આપી છે.
દેશના 28 રાજ્યોના CAIT સાથે સંકળાયેલા 152 વેપારી નેતાઓની સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ બે દિવસ વારાણસીમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વ સંમત્તિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, "આ બે દિવસમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી, જેમ કે વિદેશી કોમર્સ કંપનીઓ દેશના નિયમો અને કાયદાનો ભંગ કરી રહી છે, છતાં સરકાર દ્વારા હજી સુધી તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી સરકાર પર અત્યાર સુધી કોઈ દબાણ આવ્યું ન હોવાનું માની શકાય. સરકારને દેશના વેપારીઓના બદલે વિદેશી કંપનીઓની ચિંતા છે. મોટી કંપનીઓ 2015થી ઈ-કોમર્સ નિયમ અને પોલિસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. જીએસટી કરની ચોરી કરે છે.
બાર વર્ષથી વધુનાં બાળકો માટે જે વેક્સિન આવી રહી છે એની આ કિંમત છે, પરંતુ હજી કશું ફાઇનલ નહીં
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો હાલ છે. તેથી તહેવારોને ધ્યાનમાં રાખીને 10 નવેમ્બર પહેલા સરકાર જો ઓનલાઈન કંપની માટેનો પ્રસ્તાવિત કાયદો અમલમાં મૂકતી નથી, તો વેપારીઓને મજબૂરીમાં દેશભરમાં રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવું પડશે. તેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થશે. જેમાં ભારત વ્યાપાર ક્રાંતિ રથના રૂપમાં દેશભરમાં ડિજિટલ રથ કાઢવામાં આવશે. આ રથ દેશના તમામ રાજયો, જિલ્લા, શહેરો અને ગામમાં ફરશે. આ રથ વિદેશી ઓનલાઈન કંપનીઓ કેવી રીતે ગ્રાહકોને મૂર્ખ બનાવી રહી છે. કેવી રીતે કરચોરી કરીને સરકારને અને દેશને નુકસાન કરે છે. વિદેશી કંપનીઓ ફરી દેશના વેપાર અને લઘુઉદ્યોગને ગુલામ બનાવી રહી છે. તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.
આ દરમિયાન CAIT ઈ-કોમર્સ પર હલ્લા બોલ અભિયાન પણ ચાલુ કરવાની છે. જે 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દેશભરમાં ચાલશે.