ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ઇંધણ તેમજ ખાધચીજોના ભાવ વધારાએ લોકોની હાલત બગાડી નાખી છે ત્યારે હવે લોકોએ વધુ એક ફટકો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
કારણ કે ટેલિકોમ ઓપરેટરો ટૂંક સમયમાં જ દરમાં વધારો કરી શકે છે.
ટ્રાઇ દ્રારા નવા જાહેર કરાયેલ માર્ગદર્શિકાઓ અનુસાર હવે ટેલિકોમ ઓપરેટરો અલગ-અલગ ડિસ્કાઉન્ટ વાળા દર ના પેકેજ પોતાના ગ્રાહકો માટે જારી કરી શકશે નહીં.
ઓથોરિટી એ સ્પષ્ટ ભાષામાં એમ કહ્યું છે કે અલગ-અલગ ગ્રાહકો વર્ગ માટે અલગ-અલગ ડિસ્કાઉન્ટ વાળા પેકેજને મંજૂરી આપવામાં આવશે નહીં.
ટેલિકોમ ઓપરેટર્સ ના વર્તુળોમાં આ નવા આદેશને પગલે ચર્ચા જાગી છે પરંતુ ટૂંક સમયમાં જ ટેલિકોમ ઓપરેટરો દ્વારા દરમા વધારો કરવામાં આવશે તેવી પૂરેપૂરી શકયતા છે
ટેલિકોમ ઓપરેટરો દ્રારા એકબીજાને પછાડવા માટે પોતાના ગ્રાહકોને ભારે ઐંચા ડિસ્કાઉન્ટ સાથે દર ઓફર કરવામાં આવે છે પરંતુ આ સિસ્ટમ હવે બધં કરવી પડશે કારણકે ઓથોરિટી દ્રારા તેને માન્યતા આપવામાં આવશે નહીં.