SUBDOMAIN == gujarati

વેપાર-વાણિજ્ય

નોએલ ટાટા હવે ટાટા જૂથનું સુકાન સંભાળશે? કંપનીમાં ચાલી રહી છે આ તૈયારી; જાણો વિગત

Jun, 10 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

ગુરુવાર

દેશનું સૌથી જૂનું અને સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન ટાટા ગ્રુપ એની વૃદ્ધિને વેગ આપવા માટે ટોચના સ્તરે મૅનેજમેન્ટમાં નોંધપાત્ર ફેરફાર કરશે. હવે જૂથના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચૅરમૅન રતન ટાટાના નાના ભાઈ અને ગ્રુપ કંપની ટ્રેન્ટ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટના અધ્યક્ષ, નોએલ ટાટાને પણ ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ લિમિટેડના બોર્ડમાં લાવવામાં આવી રહ્યા છે. તેમ જ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવશે. એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર આ અંગે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે એવી અપેક્ષા છે.

નોએલ ટાટા માર્કેટિંગમાં નિષ્ણાત માનવામાં આવે છે અને ટાટા સન્સના ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક ટાટા જૂથને મજબૂત બનાવશે. નોએલ ટાટા ગ્રુપની અનેક કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ ટ્રાઇટના અધ્યક્ષ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના અધ્યક્ષ, ગોલ્ડ જ્વેલરી કંપની ટાઇટન ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને ટાટા ઇન્ટરનૅશનલના મૅનેજિંગ ડિરેક્ટર છે. તેમણે જૂથના આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું સંચાલન કરતી કંપની ટાટા ઇન્ટરનૅશનલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ટાટા જૂથના રિટેલ બિઝનસને ચમકાવવામાં નોએલ ટાટાનું મહત્વનું કાર્ય રહ્યું છે.

પાર્લેની બ્રાન્ડેડ આટા માર્કેટમાં પધરામણી; હવે માર્કેટમાં મળશે પાર્લે-જી ચક્કી આટા

ઉલ્લેખનીય છે કે 63 વર્ષીય નોએલ ટાટા રતન ટાટાનો સાવકો ભાઈ નથી. તે સિમન ટાટાના પુત્ર છે, જે રતન ટાટાના પિતા નવલ હોમી ટાટાની બીજી પત્ની છે. સ્વ. નવલ હોમી ટાટાની પહેલી પત્ની સ્વ. રતન ટાટા સિલ્લુ ટાટાના પુત્ર છે. તેની પત્ની આલો મિસ્ત્રી સાયરસ મિસ્ત્રીની બહેન છે. નોએલે યુકે અને ફ્રાન્સમાં ઉચ્ચ સંચાલનનું શિક્ષણ મેળવ્યું છે અને લગભગ ત્રણ દાયકાથી જૂથમાં સક્રિય છે.

Leave Comments