News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીના નિશાના પર છે. હવે જ્યારે અદાણીએ પોતાની જિંદગીના સૌથી મોટા આરોપોનો સામનો કરવાનો સમય આવ્યો છે ત્યારે ભરણું ભરવાના છેલ્લા દિવસે અદાણીને પૂરી રીતે ઘેરવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી સંસદ સત્રના પહેલા જ દિવસે અદાણી ના ગોટાળા સંદર્ભે લોકસભામાં જોરદાર હંગામા મચાવશે. હાથમાં પ્લે કાર્ડ લઈ અને મોદી સરકાર ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવશે તેમજ સંસદની અંદર અને બહાર પણ હંગામા ના દ્રશ્યો જોવા મળશે.
આ ઉપરાંત શક્ય છે કે તમામ રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ પ્રેસનોટ જાહેર કરે. જેથી મીડિયામાં અદાણીની વિરુદ્ધમાં બને તેટલા વધુ સમાચાર આવી શકે.
આમ છેલ્લા દિવસ સુધી અને છેલ્લી મિનિટ સુધી અદાણીને ઘેરવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : Adani FPO : છેલ્લુ અટ્ટહાસ્ટ અદાણીનું હશે, FPO સંદર્ભે અદાણી માટે મોટા રાહતના સમાચાર.
Join Our WhatsApp Community