News Continuous Bureau | Mumbai
ભારતમાં વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અને દેશની સૌથી મોટી સંકલિત પરિવહન યૃટીલિટી બની રહેલ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.(APSEZ) એ કુલ ૩૦ મિલિયન ડોલરની ગણતરીએ મ્યાનમાર પોર્ટનું વેચાણ આખરી કર્યું છે.
ગત વર્ષના મે માસમાં અદાણી પોર્ટ અને સેઝએ તેના મ્યાનમાર પોર્ટના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ એગ્રીમેન્ટમાં પ્રોજેક્ટની પૂર્ણતા અને ખરીદદાર દ્વારા વ્યવસાયના સરળ સંચાલન માટે સંબંધિત મંજૂરીઓ સહિતની કેટલીક શરતો પૂર્વધારણાઓ (CPs) હતી.
મંજૂરી પ્રક્રિયામાં સતત વિલંબ અને ચોક્કસ CPsને પહોંચી વળવાના પડકારોને ધ્યાને લઇ APSEZ એ “જેમ છે ત્યાં” ના આધારે સ્વતંત્ર મૂલ્યાંકન મેળવ્યું છે. આ રીતે ખરીદનાર અને વિક્રેતાએ ૩૦ મિલીયન ડોલરમાં વેચાણની વિચારણા પર પુનઃ વાટાઘાટો કરી હતી. વિક્રેતા દ્વારા તમામ જરૂરી વિધીઓ પૂરી કર્યા બાદ ખરીદનાર કામકાજના ૩ દિવસમાં વેચનારને આ રકમની ચૂકવણી કરશે. સોદાની કુલ કિંમત મળ્યાના આધાર પ૨ અદાણી પોર્ટ અને સેઝ ખરીદનારને ઇક્વિટી ટ્રાન્સફર કરશે અને તે રીતે કંપની આ પોર્ટના કામકાજમાંથી મૂકત થશે.
આ પ્રસંગે પ્રતિભાવ આપતા કંપનીના સી.ઇ.ઓ. અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે APSEZના બોર્ડ દ્વારા ઑક્ટોબર ૨૦૨૧માં રિસ્ક કમિટિ દ્વારા કરાયેલી ભલામણોના આધારે આપવામાં આવેલા માર્ગદર્શનને અનુરૂપ કંપની મ્યાનમાર પોર્ટમાંથી અળગી થઇ છે
આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. છ વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે.
અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
વધુ માહિતી માટે www.adaniports.comમાધ્યમોની પૂછપરછ માટે: Roy Paul | roy.paul@adani.com