અદાણી એરપોર્ટના સીઈઓ અરુણ બંસલે માહિતી આપી હતી કે આગામી વર્ષોમાં દેશના એક ડઝનથી વધુ એરપોર્ટનું ખાનગીકરણ થવાની અપેક્ષા છે અને અમે તેના માટે બિડ કરીશું. હિંડનબર્ગના અહેવાલ પછી, અદાણી ઉદ્યોગ જૂથની ખોટ વધી રહી છે અને રોકાણોને અસર થતી જોવા મળી રહી છે. પરંતુ બંસલે આ વાતને નકારી કાઢી હતી.
નવી મુંબઈ એરપોર્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ થશે
પ્રથમ તબક્કા હેઠળ નવી મુંબઈ એરપોર્ટ ડિસેમ્બર 2024 સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્રથમ તબક્કામાં 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે, એમ બંસલે જણાવ્યું હતું. તેમણે એ પણ માહિતી આપી હતી કે અદાણી એરપોર્ટ્સ એવિએશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : હવે નવુ શું થશે? એક ટ્વીટએ પારો વધાર્યો… અદાણી કે નવો શિકાર, હિંડનબર્ગે બજારમાં હલચલ વધારી!
કેન્દ્ર સરકારે એરપોર્ટનું ખાનગીકરણ કરવાની નીતિ જાહેર કરી અને 2019માં અદાણી ઉદ્યોગ જૂથે બિડ જીતી લીધી. હાલમાં, અદાણી જૂથ પાસે 50 વર્ષ સુધી દેશના સાત મોટા એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી છે. તેમાં મુંબઈ, અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગ્લોર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે.