News Continuous Bureau | Mumbaiમોંઘવારીનો માર સહન કરી રહેલી આમ જનતાને વધુ એક ડામ લાગી શકે છે. કારણ કે આગામી દિવસોમાં મોબાઈલના ટેરિફ પ્લાનમાં ભાવવધારો તોળાઈ રહ્યો છે. ટેલિકોમ કંપની ભારતી એરટેલ આ વર્ષના મધ્યમાં ટેરિફ પ્લાન મોંઘા કરી શકે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિતલે જણાવ્યું હતું કે એરટેલ આ વર્ષે બધા પ્લાનના રેટસ વધારવા પર વિચાર કરી રહ્યું છે. તેમણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. સુનીલ ભારતી મિત્તલ વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં પત્રકારોને જણાવ્યું હતું કે વોડાફોન આઈડીયાની જે હાલત છે એ જોતા દેશમાં એક વધુ વોડાફોન આઈડીયાને સહન કરવાનું જોખમ ના લઈ શકાય. તેમણે જણાવ્યું હતું કે સરકાર અને રેગ્યુલર આ હાલતથી પુરેપુરા વાકેફ છે. આ સ્થિતિમાં આપણને મજબૂત ટેલિકોમ કંપનીઓની જરૂરત છે. જે નવી ટેકનોલોજીમાં રોકાણ કરી શકે, ગ્રામીણ વિસ્તારોમાં શાનદાર કવરેજ દઈ શકે.
વધુમાં મિતલે જણાવ્યું હતું કે આ વર્ષના મધ્યમાં મોબાઈલ ટેરીફ વધારી શકાય છે. આ વધારો બધી જગ્યાએ લાગુ પડશે. બીજી વસ્તુઓના ભાવમાં થયેલા વધારાની તુલનામાં મોબાઈલ ટેરિફ રેટમાં વધારો ઓછો છે તેમ મિતલે જણાવ્યું હતું. મહત્વનું છે કે કંપનીએ ગત મહિને પોતાના મિનિમમ રિચાર્જ કે 28 દિવસની મોબાઈલ ફોન સેવા સ્કીમના પ્રારંભિક સ્તરના પ્લાનની કિંમત લગભગ 57 ટકા વધારીને 155 રૂપિયા કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : મુસાફરોની સુવિધામાં અગવડ, જોગેશ્વરી સ્ટેશન પરનો આ પદયાત્રી પુલ આ તારીખ સુધી રહેશે બંધ..