ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑક્ટોબર, 2021
રવિવાર
જો તમે ઑનલાઇન શૉપિંગ કરો છો, તો આ તમારા માટે ઉપયોગી સમાચાર બની શકે છે. અમે તમને સસ્તા ઑનલાઈન શૉપિંગ માટે ‛ગુપ્ત વેબસાઇટ’ વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે અડધાથી ઓછી કિંમતે માલ ખરીદી શકો છો.
અમે ઈ-કૉમર્સ કંપની એમેઝોન વેરહાઉસની વાત કરી રહ્યા છીએ, જ્યાં તમને માત્ર 7 હજાર રૂપિયામાં મળતી પ્રોડક્ટ 2 હજારમાં મળી જશે. વાસ્તવમાં એમેઝોનની ‛ગુપ્ત વેબસાઇટ’ પર તમે ઓછી કિંમતે રિટર્ન પ્રોડક્ટ્સ અથવા થોડી ક્ષતિગ્રસ્ત પ્રોડક્ટ ખરીદી શકો છો.
માર્ટિન લુઇસની વેબસાઇટ અનુસાર ગ્રાહકો એમેઝોન વેરહાઉસ પર 7-8 હજાર રૂપિયા બચાવી શકે છે. પ્રેશર વૉશર જેની મોટા ભાગની મોટી વેબસાઇટ્સ પર કિંમત 20 હજાર રૂપિયાથી વધુ છે, પરંતુ એ જ વસ્તુ એમેઝોન વેરહાઉસ પર માત્ર 13 હજાર રૂપિયાની આસપાસ છે. એટલું જ નહીં, અહીં (DeLonghi Nescafé Dolce Gusto Piccolo XS Pod Capsule) કૉફી મશીનની કિંમત માત્ર 2 રૂપિયાની આસપાસ છે. જ્યારે અન્ય વેબસાઇટ્સ પર તેની કિંમત 5થી 7 હજાર રૂપિયાની આસપાસ છે.
Moneysavirngexpert.com મુજબ, એક યુઝરે અનુભવ શૅર કર્યો છે અને કહ્યું છે કે એક વખત હું પ્રેશર વૉશર ખરીદવા માટે એમેઝોન વેરહાઉસમાં ગયો હતો.આ પ્રોડક્ટની કિંમત મોટા ભાગની મોટી વેબસાઇટ્સ પર 20 હજાર રૂપિયાથી વધુ હતી, પણ મને એ જ વસ્તુ એમેઝોન વેરહાઉસ પર માત્ર 13 હજાર રૂપિયામાં મળી. મને આ ડીલ ખૂબ ગમી, જે પછી મેં અહીંથી ખરીદી શરૂ કરી.
ચેતી જજો: પાકિટમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખો, બાકી પડી શકે છે પૈસાની કમી; જાણો કઈ છે તે વસ્તુઓ
અહેવાલો અનુસાર એમેઝોન વેરહાઉસમાં 40,000થી વધુ વસ્તુઓનો સ્ટૉક છે, જે ગ્રાહકો ઓછા ભાવે ખરીદી શકે છે. ગ્રાહકોને અહીં લગભગ 34 વિભાગો મળશે. આમાં ‛કમ્પ્યુટર અને એસેસરીઝ’, ‛ઘર અને રસોડું’, ‛રમકડાં’, ‛વીડિયો ગેમ્સ’, ‛ઇલેક્ટ્રોનિક્સ અને ફોટા’ અને ઘણું બધું સામેલ છે. એટલે કે અહીંથી તમે તમારી મનપસંદ સામગ્રી સસ્તામાં ખરીદી શકશો.