News Continuous Bureau | Mumbai
દેશભર(India) માં જાણીતી ડેરી અમૂલે તહેવાર દિવાળી(Diwali) પહેલા જ નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે દૂધ(Amul Milk) ના ભાવ વધાર્યા(Price hike) છે. અમૂલે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવા ભાવ અનુસાર, અમૂલ શક્તિ(Amul shakti) દૂધ હવે 50 રૂપિયા લીટર, અમૂલ ગોલ્ડ(Amul gold) 62 રૂપિયા લીટર અને અમૂલ તાજા(Amul Taja) 56 રૂપિયા લીટરના ભાવે મળી રહ્યું છે.
નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આજના વધેલા ભાવ ઘરના બજેટને અસર કરી શકે છે, કારણ કે દૂધ સૌથી વધુ વપરાતી વસ્તુઓમાંની એક છે. જો કે દૂધના ભાવ વધારા અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ચોંકાવનારી ઘટના- ઓટો ડ્રાઈવરે કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી- બળજબરીપૂર્વક હાથ પકડીને 500 મીટર સુધી ખેંચી ગયો – જુઓ વિડીયો