Site icon News Continuous Bureau | Mumbai

MoU : જગતના તાત સુધી પહોંચશે નવી ટેકનોલોજી, આ સંસ્થાઓ વચ્ચે થયા હસ્તાક્ષર..

MoU : ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ધાનુકા એગ્રીટેક લિમિટેડ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા

An MoU was signed between the Indian Agricultural Research Council and Dhanuka Agritech Limited

An MoU was signed between the Indian Agricultural Research Council and Dhanuka Agritech Limited

News Continuous Bureau | Mumbai

MoU : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ( ICAR ) અને ધાનુકા એગ્રીટેક લિમિટેડે સમજૂતી કરાર ( MoU ) પર હસ્તાક્ષર કર્યા છે. ICARના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ વિસ્તરણ), ડૉ. યુ.એસ. ગૌતમ અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના ચેરમેન ડૉ. આર.જી. અગ્રવાલે ગઈકાલે સંબંધિત સંસ્થાઓ વતી આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. 

Join Our WhatsApp Channel

ડો.ગૌતમે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ્ય બંને સંસ્થાઓની કાર્યક્ષમતાનો ઉપયોગ કરી નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે દેશભરમાં 14.5 કરોડથી વધુ ખેડૂતો છે, જેમાંથી મોટાભાગના ખેડૂતો ( Farmers ) પાસે નાની જમીન છે. ધાનુકા એગ્રીટેક ( Dhanuka Agritech Limited ) કેન્દ્રીય સંસ્થાઓ, ATARIs અને KVKs સાથે સાંકળીને આ નાના ખેડૂતોને કૃષિ ઉત્પાદન ( Agricultural production )  સંબંધિત તાલીમ આપશે.

ડૉ. ગૌતમે કહ્યું કે આજે આખી દુનિયા જળવાયુ પરિવર્તનના પડકારો સામનો કરી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી, આવા સમયે બંને સંસ્થાઓને મળીને કૃષિ ઉત્પાદનની એક નવી પદ્ધતિ પર કામ કરવાની જરુરિયાત છે, જે મૈત્રીપૂર્ણ વાતાવરણ બને. તેમણે કહ્યું કે આ એમઓયુનો હેતુ બદલાતા વાતાવરણમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Shameful: છી..છી..છી.. આ આઈસક્રીમ વેન્ડરે ફાલૂદામાં નાખ્યું વીર્ય, વીડિયો વાયરલ થતાં થઇ કાર્યવાહી.. જોઈને આવી જશે ઉલટી!

ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે ધાનુકા એગ્રીટેક ICAR-ATARI અને KVKs સાથે મળીને ખેડૂતોને સલાહકાર સેવા પૂરી પાડશે અને તાલીમ આપશે. આ પ્રસંગે ICARના મદદનીશ મહાનિર્દેશક, ડિરેક્ટર, વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ICAR મુખ્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
 WhatsApp Web Security Alert – વોટ્સએપ વેબ યુઝર્સ માટે ચેતવણી, માત્ર બ્રાઉઝર ટેબ બંધ કરવાથી લોગ-આઉટ થતું નથી; એકાઉન્ટ હાઈજેક થવાનો ખતરો 
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Exit mobile version