News Continuous Bureau | Mumbai
ભારત અને વિશ્વમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સી ( digital currency ) શરૂ કરી છે. હાલ દેશમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઈએ ડિજીટલ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટમાં મુંબઈના એક ફળ વેચનારને ( fruit vendor ) સામેલ કર્યો છે. દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ( Anand Mahindra ) પોતે આ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે..
At the Reserve Bank’s board meeting today I learned about the @RBI digital currency-the e-rupee. Right after the meeting I visited Bachche Lal Sahani, a nearby fruit vendor who is one of the first merchants to accept it. #DigitalIndia in action! (Got great pomegranates as well!) pic.twitter.com/OxFRWgI0ZJ
— anand mahindra (@anandmahindra) January 25, 2023
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફળો ખરીદવાનો વીડિયો પણ શેયર કર્યો છે. તેમણે આ વીડિયો સાથે લખ્યું, “આજે રિઝર્વ બેંકની બોર્ડ મીટિંગમાં હાજરી આપી હતી, જ્યાં મને RBIની ડિજિટલ કરન્સી ઈ-રૂપી વિશે ખબર પડી હતી. મિટિંગ પછી તરત જ, હું નજીકના ફળ વિક્રેતા બચ્ચે લાલ સાહનીનો સંપર્ક કર્યો, જે ડિજિટલ મની સ્વીકારનારા ભારતના પ્રથમ થોડા વિક્રેતાઓમાંના એક છે. અદ્ભુત દાડમ પણ ખરીદ્યા.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં પહેલી વખત દોડી અંડરગ્રાઉન્ડ મેટ્રો, જુઓ વિડિયો..
મહત્વનું છે કે મુંબઈમાં મિન્ટ રોડ પર આરબીઆઈનું હેડક્વાર્ટર છે અને સાહની નજીકમાં જ તેમનો ફ્રૂટ સ્ટોલ લગાવે છે. તેમણે કહ્યું કે RBI અધિકારીઓએ તેમની સાથે ડિજિટલ રૂપિયાના ટ્રાયલમાં સામેલ થવા માટે વાત કરી હતી. તેઓ સંમત થયા પછી RBIએ IDFC ફર્સ્ટ બેંકમાં ડિજિટલ વૉલેટ સાથે અલગ ખાતું ખોલવામાં પણ મદદ કરી. ફળ વિક્રેતા કહે છે કે અત્યારે ડિજિટલ મની સાથે બહુ વ્યવહારો નથી થઈ રહ્યા, પરંતુ હવે તેમની પાસે પેમેન્ટ સ્વીકારવાનો બીજો વિકલ્પ છે.
Join Our WhatsApp Community