News Continuous Bureau | Mumbai
કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ચક્ર ભલે ધીમુ પડ્યું હોય, પરંતુ ભારતીયોની ( India ) સોનાની ખરીદી ( Gold Jewellery Consumer ) એક ટકા પણ ઘટી નથી. વર્ષ 2021માં ભારતે 611 ટન જેટલા સોનાના દાગીના ખરીદ્યા છે અને સોનાની ખરીદીમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું છે તેવી માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાંથી ( WGC Report ) સામે આવી છે.
વર્ષ 2021માં ચીને 673 ટન સોનાના દાગીનાની ખરીદી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભારત બીજા સ્થાને છે. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકન ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકન ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવો અંદાજ છે.
આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવશે મૂળ મહારાષ્ટ્રના આ મહાન શિલ્પકાર, જાણો તેમના વિશે
સોનાના આભૂષણો માં સૌથી વધુ પ્રભુત્વ બ્રાઇડલ જ્વેલરીનું છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ પાછલા કેટલાક વર્ષોથી ગ્રાહકોની વર્તણૂકમાં બદલાવ પછી ભારતમાં સોનાના દાગીનાની માગ અને મહત્વનું છે ભારતીય સોનાના દાગીનાના વપરાશમાં દક્ષિણ ભારત પ્રભુત્વ ધરાવે છે, જે દેશની કુલ આભૂષણોની માગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો. વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.
Join Our WhatsApp Community