Site icon News Continuous Bureau | Mumbai

ATM Charges Hike : ખિસ્સા પર વધશે બોજ… હવે ATM માંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવું પડશે મોંઘુ, જાણો નવા નિયમો..

ATM Charges Hike : 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવાનું મોંઘુ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના ATMનો ઉપયોગ કરો છો, તો તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે. આ ફેરફાર વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોની માંગ અને આરબીઆઈની મંજૂરી પછી લાગુ કરવામાં આવી રહ્યો છે

ATM Charges Hike ATM withdrawals to get costlier from May 1 as RBI approves fee hike

ATM Charges Hike ATM withdrawals to get costlier from May 1 as RBI approves fee hike

News Continuous Bureau | Mumbai

ATM Charges Hike : જો તમને અવાર નવાર ATM માંથી પૈસા ઉપાડવાની જરૂર પડતી હોય તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે, જેના કારણે જો હોમ બેંક નેટવર્કની બહારના ATMમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે, તો તે તમને પહેલા કરતા થોડો વધુ ખર્ચ કરવો પડશે. આ નિયમ 1 મેથી અમલમાં આવશે.. 

Join Our WhatsApp Channel

ATM Charges Hike : ATM ચાર્જ કેટલો વધશે?

અગાઉ  જ્યારે તમે તમારા હોમ બેંકના ATM ને બદલે બીજી બેંકના ATM માંથી પૈસા ઉપાડતા હતા, ત્યારે તમારે 17 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે 19 રૂપિયા થઈ જશે. જ્યારે અન્ય બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે પહેલા 6 રૂપિયા ચૂકવવા પડતા હતા જે હવે વધારીને 7 રૂપિયા કરવામાં આવ્યા છે.

ATM Charges Hike : આ મફત વ્યવહાર મર્યાદા  

ટ્રાન્ઝેક્શન ફી ફક્ત અન્ય બેંકના ATM માંથી જ લેવામાં આવશે. જ્યારે તમે મફત વ્યવહાર મર્યાદા ઓળંગો છો.   જણાવી દઈએ કે મેટ્રો શહેરોમાં, હોમ બેંક સિવાય અન્ય બેંકોના ATM માંથી મફત વ્યવહારોની મર્યાદા 5 છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં મફત વ્યવહારોની મર્યાદા 3 છે.

ATM Charges Hike : NTPCની ATM ફીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી 

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NTPC) દ્વારા મોકલવામાં આવેલા ATM ફીમાં વધારો કરવાના પ્રસ્તાવને RBIએ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ફી વધારવાની વાત કરી રહ્યા હતા, અને દલીલ કરી રહ્યા હતા કે વધતા ઓપરેશનલ ખર્ચને કારણે જૂની સુવિધામાં સેવા પૂરી પાડવી મુશ્કેલ છે.

આ સમાચાર પણ વાંચો: Bank Employees Strike: ઝટપટ પતાવી દેજો બેંકના કામ! સળંગ ચાર દિવસ બેંકો રહેશે બંધ; આ માંગ સાથે કર્મચારીઓ ઉતરશે હડતાળ પર..

ATM Charges Hike : વ્હાઇટ લેબલ એટીએમ શું છે?

નાના શહેરો અને ગામડાઓમાં એટીએમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે, આરબીઆઈએ એટીએમ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ એવા સ્થળોએ એટીએમ લગાવવાની મંજૂરી આપી છે, જ્યાં કોઈપણ બેંકનું બોર્ડ નથી. આ ATM માંથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકાય છે. આ સાથે, બિલ ચુકવણી, મીની સ્ટેટમેન્ટ, ચેક બુક વિનંતી, રોકડ ડિપોઝિટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
 Akali Dal BJP Alliance Punjab Elections – પંજાબમાં AAP અને કોંગ્રેસનું ટેન્શન વધશે : 6 વર્ષના અંતરાલ બાદ અકાલી દળ અને ભાજપ ફરી એકમંચ પર, ચૂંટણી સમીકરણો બદલાશે
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Exit mobile version