News Continuous Bureau | Mumbai
હિન્ડેનબર્ગના અહેવાલે અદાણી જૂથને ( Hindenburg’s Adani Report ) ભારે ફટકો આપ્યો છે અને કંપનીના શેરમાં ઘટાડો થયો છે. હવે સમાચાર આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર પણ હિંડનબર્ગ રિપોર્ટની સમીક્ષા કરી રહ્યા છે. મહત્વનું છે કે અમેરિકન ફર્મ હિંડનબર્ગે ગત 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવીને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના અખબાર એક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર્સ ( Australias Corporate Regulator) પણ આ મામલાની ( Review ) તપાસ કરી રહ્યા છે.
જોકે, હજુ સુધી ઓસ્ટ્રેલિયન કોર્પોરેટ રેગ્યુલેટર ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશને આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં પણ બિઝનેસ કરે છે અને ત્યાં ગ્રૂપ કારમાઈકલ કોલ માઈન અને એબોટ પોઈન્ટ પોર્ટનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચ એક નાણાકીય સંશોધન કંપની છે, જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરે છે. આ કંપની કોર્પોરેટ જગતના ખોટા કાર્યોનો પર્દાફાશ કરવા માટે જાણીતી છે.
આ સમાચાર પણ વાંચો : Budget 2023 Memes: બજેટ પછી સોશિયલ મીડિયા પર ઉમટ્યું મીમ્સનું ઘોડાપૂર, પેટ પકડીને હસશો એવા છે યુઝર્સના રિએક્શન.. જુઓ વાયરલ મીમ્સ..
જોકે, હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથે પણ પ્રતિક્રિયા આપી છે અને હિંડનબર્ગના અહેવાલને ભારત પરના હુમલાનું કાવતરું ગણાવ્યું છે. અદાણી ગ્રુપે આ અહેવાલને પાયાવિહોણો અને બદનક્ષીભર્યો ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીની જ વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
Join Our WhatsApp Community