Site icon

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

10મી મેની અસરથી બજાજ ફાઇનાન્સ વરિષ્ઠ નાગરિકોને 44 મહિનાના વિશેષ ગાળા માટે વાર્ષિક 8.60 ટકાના ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ દરો ઓફર કરે છે

Bajaj Finance hikes FD rates by up to 40 bps

Bajaj Finance hikes FD rates by up to 40 bps

News Continuous Bureau | Mumbai

પૂણે, 10 મે, 2023 – ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર નાણાંકીય સેવાઓ પૂરી પાડતા ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સે આજે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીના વધારાની જાહેરાત કરી છે, જેના થકી 44 મહિનાના વિશેષ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.60 ટકા સુધીનો વ્યાજ દર મળશે.

Join Our WhatsApp Community

નવા દરો 10 મે, 2023 થી અમલમાં છે, જેમાં 36 મહિનાથી 60 મહિનાની પરિપક્વતા સાથેની થાપણો પર 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 60 વર્ષથી ઓછી ઉંમરના થાપણદારો વાર્ષિક 8.05 ટકા સુધી કમાઈ શકે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો વાર્ષિક 8.30 ટકા સુધી કમાણી કરી શકે છે. બજાજ ફાઇનાન્સ એફડી પરના સુધારેલા દરો નવી થાપણો અને રૂ. 5 કરોડ સુધીની પાકતી થાપણોના નવીકરણ પર લાગુ થશે.

બજાજ ફાઇનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ-ફિક્સ્ડ ડિપોઝીટ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ શ્રી સચિન સિક્કાએ જણાવ્યું હતું કે, “એફડીમાં વ્યાજ દરમાં વધારો થવાથી તેમને રોકાણનો પસંદગીનો વિકલ્પ બન્યો છે. એફડી પર ફુગાવાના દરને મ્હાત કરતા બજાજ ફાઇનાન્સના વ્યાજ દરો ગ્રાહકોને થાપણો પર વધુ વળતર મેળવવા સક્ષમ બનાવવા સાથે રોકાણનો સલામત વિકલ્પ આપે છે. થાપણદારો અમારી ડિજિટલ માધ્યમ દ્વારા થોડી જ મિનિટોમાં ફિક્સ્ડ ડિપોઝીટ મૂકી શકે છે. ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા એફડી મૂકવાને અત્યંત અનુકૂળ અને ઝડપી બનાવે છે.”

બજાજ ફાઇનાન્સ દેશની મોટી નાણાંકીય સંસ્થાઓમાં શ્રેષ્ઠ દરો ઓફર કરે છે. તે ડિજિટલ માધ્યમ દ્વારા રોકાણકારોને બચતને અલગ રાખવા અને વધારવા માટે સુરક્ષિત અને સરળ માર્ગ પ્રદાન કરે છે. તેની ઓમ્નીચેનલ વ્યૂહરચનાનાં ભાગરૂપે, BFL ગ્રાહકોને તેની એપ, વેબ, બ્રાન્ચ અને સમગ્ર દેશમાં 4000 સ્થળોએ વિતરકો દ્વારા કંપની સાથે એફડી મૂકવા માટે મલ્ટિ-ચેનલ વિકલ્પો પ્રદાન કરે છે. વધુમાં, બજાજ ફાઇનાન્સ તેની ઇન્વેસ્ટમેન્ટ માર્કેટપ્લેસ એપ દ્વારા દેશના તમામ મ્યુચ્યુઅલ ફંડ્સની એક્સેસ પણ આપે છે, જે રોકાણકારોને પસંદગી માટે રોકાણ વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

 

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્ર રાજકીય સંકટ: શું મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બનશે? સુપ્રીમ કોર્ટ આજે આપશે મોટો નિર્ણય, જાણો શું થઈ શકે છે

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version