News Continuous Bureau | Mumbai
BBC It Raid : બીબીસીએ “સ્વીકાર્યું” છે કે તેણે ભારતમાં તેની જવાબદારી કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો હોઈ શકે છે , સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એક ડોક્યુમેન્ટરી બનાવીને પ્રદર્શિત કરી હતી, ત્યારબાદ હતી. ત્યારબાદ બીબીસી પર દરોડા પડ્યા હતા. ભારતીય એજન્સી દ્વારા દરોડા પડ્યા પછી એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે સત્તાનો દુરુપયોગ થયો છે.
જોકે હવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અહેવાલ છપાયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીએ એ વાત સ્વીકારી લીધી છે કે તેમણે પોતાની જવાબદારી કરતા ઓછો ટેક્સ ભર્યો છે. જોકે આ સંદર્ભે bbc એ અત્યાર સુધી લખાણમાં કોઈ જ વસ્તુ સ્વીકારી નથી.
સરકારી અધિકારીઓએ સાર્વજનિક પણે કહ્યું હતું કે બીબીસી એ એક વિદેશી કંપની છે અને તેણે ભારતમાં કરેલી કામગીરી સંદર્ભે જે ટેક્સ ભરવાની જરૂર હતી તે ભર્યો નથી. આ ઉપરાંત બીજી અનેક ખામીઓ તરફ પણ અંગૂલી નિર્દેશ કરવામાં આવ્યો હતો. bbc એ દાવો કર્યો હતો કે તેઓ સરકારી અધિકારીઓને પૂરી રીતે સહયોગ કરી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે બીબીસીએ ઓછો ટેક્સ ભર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Wrestlers Protest : રેસલર્સ નોકરી પર પાછા ફર્યા, જાણો આ ખેલાડીઓ રેલવેમાં શું કરે છે કામ