News Continuous Bureau | Mumbai
દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સામેલ અને માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સ હાલમાં ભારતમાં છે. અહીં તેઓ રોકાણનો આ સમય ભરપુર માણી રહ્યાં છે. હાલમાં તેઓ મહિન્દ્રાની ‘ટ્રાયો’, ઇલેક્ટ્રિક રિક્ષા ભારતનાં રસ્તા પર ચલાવતા નજરે આવ્યાં તે પણ એક ખાસ અંદાજમાં.. અને તેમનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઇએ બિલિયોનેર બિલ ગેટ્સનો રિક્ષાવાળો અંદાજ…
આ વાયરલ વીડિયોમાં બિલિયોનેર બિલ ગેટ્સ બોલિવૂડની મૂવીની જેમ સૂટ-બૂટ અને ટાઈ પહેરીને ઇલેક્ટ્રિક-રિક્ષા ચલાવી રહ્યા છે અને ઑટો-રિક્ષાના અરીસામાં પોતાની જાતને જોતાં હસતાં-હસતાં પ્રવાસની મજા માણી રહ્યાં છે. બિલ ગેટ્સે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું લોકપ્રિય ગીત બાબુ સમજો ઈશારે વાગી રહ્યું છે.