News Continuous Bureau | Mumbai
વેપાર બજારમાં એવી ચર્ચા છે કે બીસ્લેરી ( Bisleri ) કંપની ટાટા ના ( Tata Group ) હાથે વેચાઈ રહી છે. આ સોદો ૭૦૦૦ કરોડ રૂપિયામાં પાર ( Sold ) પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બીસ્લેરી ના ચેરમેન રમેશ ચૌહાણે આજથી ત્રીસ વર્ષ પહેલા થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ, માઝા અને લિમ્કા જેવી અનેક બ્રાન્ડ કોકાકોલા કંપનીને વેચી હતી. ત્યાર પછી હવે તેઓ બીસ્લેરી કંપની વેચવા જઈ રહ્યા છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ બંધબારણે ચાલી રહેલી ડીલમાં બીસ્લેરી કંપનીનું મોજુદા મેનેજમેન્ટ આશરે બે વર્ષ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ કંપનીનું પૂરેપૂરું સંચાલન ટાટા પોતાના હાથમાં લઈ લેશે.
આ સોદો કરવા માટે ટાટા કન્ઝ્યુમર ( Tata Group ) પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની આગળ આવી છે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં બિસ્લેરી ( Bisleri ) કંપનીના ચેરમેન રમેશ ચૌહાણ કોઈપણ મહત્વપૂર્ણ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેઓ ટાટાની વેપાર સંસ્કૃતિ માં વિશ્વાસ કરે છે તેમજ ટાટા એક એવી કંપની છે જે વિશ્વસનીય રીતે કામકાજ આગળ વધારી શકે છે.
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૨૫:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
બીસ્લેરીનું ટર્નઓવર કેટલું છે?
નાણાકીય વર્ષ 23 માટે બિસલેરી ( Bisleri ) બ્રાન્ડનું ટર્નઓવર રૂ. 2,500 કરોડ હોવાનો અંદાજ છે અને નફો રૂ. 220 કરોડ છે.
માર્ચ 2021 ના રોજ પૂરા થયેલા વર્ષ અનુસાર બીસ્લેરી નું વેચાણ રૂ. 1,181.7 કરોડ થયું હતું તેમજ નફો 95 કરોડ રૂપિયા હતો.
મૂળભૂત રીતે બીસ્લેરી કોની હતી ?
બિસ્લેરી મૂળ ઈટાલિયન બ્રાન્ડ હતી, જેણે 1965માં મુંબઈમાં દુકાન સ્થાપી હતી. ચૌહાણે તેને 1969માં હસ્તગત કરી હતી. કંપની પાસે 122 ઓપરેશનલ પ્લાન્ટ્સ છે (તેમાંથી 13 માલિકીનું છે) અને સમગ્ર ભારતમાં અને પડોશી દેશોમાં 4,500 વિતરકો અને 5,000 ટ્રકોનું નેટવર્ક છે. .