બ્રિટીશ અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સે એક વધુ મોટો ધડાકો કર્યો છે. અખબારના અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથમાં આવેલા કુલ સીધા વિદેશી મૂડીરોકાણમાં લગભગ અડધા જેટલું રોકાણ મોરેશિયસ અને દુબઈ સ્થિત જૂથની માલિકીની જૂથના પ્રમોટરની માલિકીની કંપનીઓ કે ફંડ્સ દ્વારા જ રોકાણ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓમાં લગભગ રૂ.20,800 કરોડ જેટલું વિદેશી મૂડીરોકાણ આ કંપનીઓ દ્વારા થયું છે.
અખબારી દાવો છે કે આ રોકાણ કોણે કર્યું છે તે સંદર્ભે સ્પષ્ટતા નથી. પરંતુ કુલ રોકાણમાં એક મોટો હિસ્સો વિદેશથી આવેલા પૈસાનો છે. ઉલ્લેખનીય છે કે હેન્ડનબર્ગ રિપોર્ટે દાવો કર્યો હતો કે અદાણી જૂથમાં શેલ કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. જોકે એ વાતની સ્પષ્ટતા કરી નહોતી કે આ રોકાણ કોણે કર્યું છે. હવે બ્રિટિશ અખબારે એક ડગલું આગળ વધીને એ દેશના નામ આપ્યા છે જ્યાંથી રોકાણ થયું છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના પિતાના ઘરેથી થઇ લાખો રૂપિયાની ચોરી, પોલીસમાં ફરિયાદ, આ વ્યક્તિ પર શંકા
આમ વિદેશી પબ્લીકેશન ભારતના વેપારી ગૌતમ અદાણીની પાછળ હાથ ધોઈને પડી ગયા છે.