Site icon News Continuous Bureau | Mumbai

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.

Budget 2026 Expectations: આવકવેરાની કલમ 87A હેઠળ છૂટ વધારવાની માંગ; ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે વર્ષનું સૌથી મહત્વનું બજેટ.

Budget 2026 Expectations મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ

Budget 2026 Expectations મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ

News Continuous Bureau | Mumbai
Budget 2026 Expectations: દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા નોકરિયાત વર્ગમાં ટેક્સમાં રાહત મેળવવાની આશા જાગી છે. આર્થિક વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સૌની નજર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 87A પર છે. ગયા બજેટમાં સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ આ કલમ દ્વારા ટેક્સ ફ્રી આવકની મર્યાદા ૭ લાખથી વધારીને ૧૨ લાખ રૂપિયા કરી હતી. હવે ચર્ચા છે કે શું આ મર્યાદા વધારીને ૧૫ લાખ રૂપિયા કરવામાં આવશે? કલમ 87A એ કરદાતાઓ માટે વરદાન સમાન છે કારણ કે તે કોઈ કપાત નથી, પરંતુ ગણતરી કરેલા ટેક્સ પર મળતી સીધી છૂટ (Rebate) છે. આનાથી મધ્યમ આવક ધરાવતા લોકોનો ટેક્સ શૂન્ય થઈ શકે છે.

જુની અને નવી કર વ્યવસ્થા વચ્ચેનો તફાવત

જૂની કર વ્યવસ્થા (Old Tax Regime): આ વ્યવસ્થામાં કલમ 87A હેઠળ હજુ પણ મર્યાદિત છૂટ છે. ₹૫ લાખ સુધીની કરપાત્ર આવક પર વધુમાં વધુ ₹૧૨,૫૦૦ની છૂટ મળે છે.
નવી કર વ્યવસ્થા (New Tax Regime): સરકારે નવી ટેક્સ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તેમાં મોટા ફેરફાર કર્યા છે. હાલમાં ₹૧૨ લાખ સુધીની આવક પર ₹૬૦,૦૦૦ સુધીની રિબેટ મળે છે, જેનાથી ઘણા કિસ્સાઓમાં ટેક્સ ભરવો પડતો નથી.

Join Our WhatsApp Channel

શું ₹૧૫ લાખની કમાણી ખરેખર ટેક્સ-ફ્રી થશે?

મોંઘવારી અને વધતા ઘરખર્ચને જોતા મધ્યમ વર્ગ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ₹૧૫ લાખ સુધીની આવકને કલમ 87A હેઠળ આવરી લેવામાં આવે. જો સરકાર આ માંગ સ્વીકારે તો મધ્યમ વર્ગ માટે આ સૌથી મોટી રાહત હશે. જોકે, નિષ્ણાતો માને છે કે ગયા વર્ષે જ સરકારે મર્યાદા વધારીને ૧૨ લાખ કરી હોવાથી, આ વખતે ફરીથી તેમાં મોટો વધારો કરવો સરકારી તિજોરી માટે પડકારજનક હોઈ શકે છે. ગયા વખતના ફેરફારોથી સરકારને અંદાજે ૧ લાખ કરોડની આવકનું નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ

બજેટના અન્ય મહત્વના પાસાઓ

બજેટ ૨૦૨૬માં માત્ર ટેક્સ જ નહીં, પરંતુ ગિગ વર્કર્સ (Gig Workers) માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય વીમા જેવી યોજનાઓની પણ જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત, શેરબજારના રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું. ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકાર નિકાસકારો (Exporters) માટે પણ વિશેષ પેકેજ જાહેર કરી શકે છે.

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version