News Continuous Bureau | Mumbai
એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ્સ ( એએએઆર ) ની પશ્ચિમ બંગાળ બેન્ચે અગાઉના ચુકાદાને સમર્થન આપતા કહ્યું છે કે કાર પાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર અથવા વેચાણ કુદરતી રીતે બાંધકામ સેવાઓ સાથે જોડાયેલું નથી. આથી તેના ઉપર અલગથી જીએસટી ચૂકવવો પડશે. પોતાનો ચુકાદો આપતા સમયે તેણે સ્પષ્ટ કર્યું છે કે પાર્કિંગ એ રહેઠાણનો હિસ્સો નથી, તેમ જ તે ઘરનો એક ભાગ પણ નથી. આ કારણે પાર્કિંગ ખરીદવું એ એક સંપત્તિ ખરીદવા સમાન હોવાને કારણે તેની ઉપર જીએસટી આપવો ફરજિયાત રહેશે.
અગાઉની કોર્ટે પણ આ પ્રકારે ચુકાદો આપ્યો હતો જેને બિલ્ડર દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યો હતો. ચુકાદા સમયે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરની સાથે જ્યારે પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવે છે ત્યારે તેની ઉપર જીએસટી લાગતો નથી પરંતુ જો પાર્કિંગ અલગથી ખરીદવામાં આવે તો તેની ઉપર જીએસટી આપવો ફરજિયાત રહેશે.
આ સમાચાર પણ વાંચો: જૂનમાં, નાળાઓની સફાઈ ન થવા અંગે ફરિયાદ કરવા હેલ્પલાઈન : બોરીવલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ની પ્રેસ કોન્ફરન્સ.