News Continuous Bureau | Mumbai
ભારત બાદ હવે કેનેડાએ પણ ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેનેડાએ સોમવારે આની જાહેરાત કરી છે. કેનેડાએ સરકાર દ્વારા જારી ડિવાઇસ પર આ પ્રતિબંધ લગાવ્યો છે. કેનેડાએ કહ્યું છે કે આ પ્રતિબંધ ગોપનીયતા અને સુરક્ષા માટે અસ્વીકાર્ય છે અને જોખમોથી ભરેલો છે.
કેનેડા સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, Tiktok પર લાદવામાં આવેલો આ પ્રતિબંધ 28 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ લાગૂ કરવાની સાથે સરકાર દ્વારા જારી કરાયેલા મોબાઇલ ઉપકરણોમાંથી Tiktok હટાવી દેવામાં આવશે. કેનેડા સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
અમેરિકાએ પણ ટિકટોક સામે પગલાં લીધાં
ટિકટોકને લઈને ઘણા દેશોમાં વિવાદ અને બબાલ થયાના અહેવાલો છે. હાલમાં જ ટિકટોક સામે કેનેડા જેવી જ કાર્યવાહી અમેરિકામાં પણ કરવામાં આવી હતી. યુરોપિયન કમિશન દ્વારા તેમના ડિવાઇસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હકીકતમાં, અમેરિકા એ વાતથી ચિંતિત હતું કે ચીનની સરકાર ટિકટોકને ટિકટોક યુઝર્સની અંગત માહિતી સોંપવા માટે દબાણ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ફરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એલન મસ્ક! જાણો કેટલા પાછળ થઈ ગયા ગૌતમ અદાણી
જો કે, કેનેડા દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ એવા અહેવાલો પણ આવ્યા છે કે ટિકટોકના પ્રવક્તા આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે અને તેમનું કહેવું છે કે કેનેડાએ કંપની સાથે કોઈપણ ચર્ચા કર્યા વિના આ પગલું ભર્યું છે.
Join Our WhatsApp Community