Canara bank : ક્લાસિક ડેબિટ કાર્ડ માટે દૈનિક ATM ઉપાડની મર્યાદા 40 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ કાર્ડ્સ માટેની POS મર્યાદા વર્તમાન 1 લાખ રૂપિયાની મર્યાદાથી (Limit) વધારીને 2 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. બેંકે NFC માટે કોઈ રકમ વધારી નથી, મર્યાદા હજુ પણ 25 હજાર રૂપિયા નક્કી છે. દરમિયાન, કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનને પ્રતિ ટ્રાન્જેક્શન દીઠ રૂ. 5 હજાર અને દરરોજ 5 વ્યવહારોની મંજૂરી છે.
કેનેરા બેંકની વેબસાઈટ અનુસાર, આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર કાર્ડ ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા વધારવામાં આવી છે. જારી કરાયેલ ડિફોલ્ટ કાર્ડનો ઉપયોગ ફક્ત એટીએન અને પીઓએસમાં સ્થાનિક ઉપયોગ માટે જ થઈ શકે છે. કાર્ડ જારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય/ઓનલાઈન ઉપયોગ અને સંપર્ક રહિત ઉપયોગની મંજૂરી નથી. ગ્રાહકોને એનએફસીને સક્ષમ/અક્ષમ કરવાની અને એટીએમ/બ્રાંચ/મોબાઈલ બેંકિંગ/ઈન્ટરનેટ બેંકિંગ/કાર્ડ ચેનલ મુજબ/પીઓએસ/ઈ-કોમર્સ દ્વારા આઈવીઆરએસ દ્વારા મર્યાદા સેટ કરવાની સુવિધા આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: MCD Election Exit Poll : ભાજપની વાપસી થશે કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે?
PNB ડેબિટ કાર્ડ વ્યવહારો
પંજાબ નેશનલ બેંકે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન લિમિટ (Transaction) માં ફેરફારની ભલામણ કરી છે. પંજાબ નેશનલ બેંકની વેબસાઈટ અનુસાર, બેંક તમામ પ્લેટિનમ માસ્ટરકાર્ડ, રુપે અને વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ્સ તેમજ રુપે સિલેક્ટ અને વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ્સની મર્યાદા વધારશે.