News Continuous Bureau | Mumbai
મુંબઈમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક મોટો સોદો થયો છે. દક્ષિણ મુંબઈમાં બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે પોશ મલબાર હિલમાં મેક્રોટેક ડેવલપર્સ પાસેથી રૂ. 252.5 કરોડમાં સમુદ્ર ફેસીંગ ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
વેચાણ માટેનો કરાર 13 માર્ચ, 2023 ના રોજ નોંધાયેલ હતો. એવું એક મીડિયા અહેવાલમાં કહેવાયું છે.
અહેવાલો અનુસાર ત્રણ એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર 18,008 ચોરસ ફૂટ (કાર્પેટ એરિયા 12624 ચોરસ ફૂટ છે) છે અને તે આઠ કાર પાર્કિંગ સ્લોટ સાથે છે.
આ સોદા માટે ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી રૂ. 15.15 કરોડ છે. આ પ્રોજેક્ટને લોઢા મલબાર પેલેસ બાય ધ સી કહેવામાં આવે છે જેમાં 31 કુલ માળ છે.
સ્થાનિક દલાલોએ જણાવ્યું હતું કે લોઢા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ આ એક પુનઃવિકાસ લક્ઝરી પ્રોજેક્ટ છે જ્યાં યુનિટનું લઘુત્તમ કદ લગભગ 9,000 ચોરસ ફૂટ છે. દરેક એપાર્ટમેન્ટની કિંમત રૂ. 100 કરોડથી વધુ છે.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો
ભૂતકાળમાં અન્ય લોકોએ પણ માલાબાર હિલમાં સેકડો કરોડના ખર્ચે ફ્લેટ ખરીદ્યા છે.
ગયા મહિને, વેલસ્પન ગ્રૂપના ચેરમેન બી.કે.ગોએન્કાએ રૂ. 230 કરોડમાં પેન્ટહાઉસ ખરીદ્યું છે, જ્યારે ડી’માર્ટ ચેઇનનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીના પરિવારના સભ્યો અને સહયોગીઓએ રૂ. 1,238 કરોડના 28 હાઉસિંગ યુનિટ ખરીદ્યા હતા.