ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
કોરોના મહામારી વચ્ચે પણ દેશમાં નાના રોકાણકારોએ શેરબજારમાં મોટા પાયા પર રોકાણ કર્યું છે અને હજી પણ રોકાણ ચાલુ જ છે. એક તરફ પબ્લિક ઈશ્યુ માટે બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં સતત ખરીદી પણ ચાલુ જ છે. પબ્લિક ઈશ્યુની તેજીથી છેલ્લા એક કરોડ ખાતા માત્ર ત્રણ મહિનામાં જ ખુલ્લા છે. તો 13 મહિનામાં ત્રણ કરોડ ડિમેટ ખાતા ખુલ્યા છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ (CDSL)ના કહેવા મુજબ તેમની પાસે છ કરોડ ડિમેટ એકાઉન્ટ છે. તેમા છેલ્લા ત્રણ કરોડ એકાઉન્ટ માત્ર 13 મહિનામાં ખુલ્યા છે. અહીં ઉલ્લેખનીય છે શેરબજારમાં ટ્રેડિંગ, રોકાણ કે પછી પબ્લિક ઈશ્યૂમાં અરજી કરવા માટે ડિમેટ એકાઉન્ટ ફરજિયાત છે.
કોરોના મહામારીમાંથી લોકો ઊભરી રહ્યા છે. માર્કેટમાં પણ તેજી જણાઈ રહી છે. તેથી વધુને વધુ નાના રોકાણકારો શેરબજારમાં આવી રહ્યા છે. તેને કારણે ડિમેટ એકાઉન્ટ ખોલાવવા પણ પડાપડી થઈ રહી હોવાનું જણાય છે.
બહુ જલદી દેશની અગ્રણી ઇન્શોયરન્સ કંપની એલઆઈસીનો પબ્લિક ઈશ્યુ આવી રહ્યો છે. તેથી આગામી દિવસમાં વધુ ડિમેટ એકાઉન્ટ ખુલશે એવું બજારના જાણકારોનું કહેવું છે.
કોરોનાની અસર ઓછી થતા અર્થતંત્ર પાટા પર ચઢ્યું. જીએસટી કલેક્શન આટલા લાખ કરોડ રુપયા થયું. જાણો વિગતે…
ફિઝિકલ શેરના બદલે ડીમટીરીઅલાઈઝ્ડ (ડિમેટ) ફોર્મેટમાં શેર હોવા જોઈએ તેવો ડિપોઝિટરી એક્ટ 1996માં આવ્યો હતો અને પ્રથમ એક કરોડ ડિમેટ ખાતા ખુલતા લગભગ 19 વર્ષનો સમય લાગ્યો હતો. જોકે 2028-19મા કેન્દ્ર સરકારે લીસ્ટેડ અને અનલિસ્ટેડ દરેક કંપનીઓના શેરમાં ટ્રાન્સફર માટે ડિમેટ ફરજિયાત બનાવતા અને ફિઝિકલ ટ્રેડીંગ બંધ કરાવતા ડિમેટ એકાઉન્ટ ખુલવાની ઝડપ વધી ગઈ છે.
નવા પબ્લિક ઈશ્યુની અરજીનું પ્રમાણ વધી ગયું છે. 2021માં ઐતિહાસિક રકમ કંપનીઓએ આઈપીઓ થકી ઊભી કરી છે. ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2022ના 26 મહિનામાં રિટેલ ગ્રાહકોએ લગભગ 58,897.58 કરોડ રૂપિયાનું રોકાણ શેરબજારમાં કર્યું હતું, તેની અસર પણ ડીમેટ એકાઉન્ટ માં જોવા મળી રહી છે.