News Continuous Bureau | Mumbai
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેદરકારી દાખવવા બદલ એરલાઈન પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફરિયાદ મુજબ એર ઈન્ડિયાની આ ફ્લાઈટના પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.
DGCAનું નિવેદન
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલાની તપાસ કર્યા બાદ જારી કરેલા એક નિવેદનમાં એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાના દંડની જાહેરાત કરી છે. આ સાથે ફ્લાઈટના પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં આ સેલેબ્સ આપશે હાજરી, સ્થળનો વીડિયો પણ આવ્યો સામે
DGCA દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “27.02.2023ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ અલ-915 (દિલ્હી-દુબઈ)ના ઓપરેશન દરમિયાન, ફ્લાઈટના કમાન્ડિંગ પાયલટે ક્રુઝ દરમિયાન એક એર પેસેન્જરને ઉલ્લંઘન કરીને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. સુરક્ષા સંવેદનશીલ મુદ્દાને તાત્કાલિક અને અસરકારક રીતે સંબોધિત ન કરવા બદલ એર ઈન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફ્લાઈટના એક કેબિન ક્રૂ મેમ્બરે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)માં પાઈલટે મહિલા મિત્રને કોકપિટમાં જવા દેવા અંગે ફરિયાદ નોંધાવી હતી. એપ્રિલમાં, ડીજીસીએએ એર ઈન્ડિયાને દુબઈ-દિલ્હી ફ્લાઈટના સમગ્ર ક્રૂને તપાસ પૂર્ણ થવા સુધી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. તે જ સમયે, 21 એપ્રિલના રોજ, એરલાઈને કહ્યું કે તેણે નોંધાયેલી ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ ચાલી રહી છે.