ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
કોરોનાને કારણે ગત વર્ષની દિવાળી ફિક્કી રહ્યા બાદ ચાલુ વર્ષ એટલે કે 2021ની દિવાળી વેપારજગત માટે પ્રોત્સાહક રહી છે.
વર્તમાન વર્ષની દિવાળીમાં 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) દ્વારા જણાવાયું છે.
સાથે જ આ વર્ષના દિવાળીનું વેચાણ છેલ્લા દસ વર્ષનું વિક્રમી વેચાણ રહ્યાનો પણ દાવો કરાયો છે.
સાત કરોડ ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરતા કેઈટે જણાવ્યું કે, દિવાળીના જંગી વેચાણ થી આર્થિક મંદી પૂરી થયેલી જણાય છે, જે છેલ્લા દોઢ વર્ષથી વેપારજગત માટે પડકારરૂપ બની રહી હતી.
આ વર્ષે લોકોએ ચીનના માલને બદલે ભારતીય પ્રોડકટસને વધુ પસંદ કર્યા છે, જેને કારણે ચીનના નિકાસકારોને રૂપિયા 50 હજાર કરોડનો ફટકો પડયાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે 2020માં કોરોનાને કારણે લોકડાઉન સહિતના પ્રતિબંધોને કારણે દિવાળીની ઘરાકી ધોવાઈ ગઈ હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી; એક મહિનાથી છે આ સમસ્યા; હોસ્પિટલમાં થઈ શકે છે દાખલ