News Continuous Bureau | Mumbai
Pakistan Products: પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. પાકિસ્તાન લાંબા સમયથી મોંઘવારીથી પીડાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના લોકો ભોજન માટે તરસી રહ્યાં છે. દેશમાં LPG સિલિન્ડર 10,000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પાકિસ્તાની રેલવે પાસે માત્ર થોડા દિવસો માટે જ ઈંધણ બચ્યું છે. દેવા તળે દબાયેલું પાકિસ્તાન હજુ પણ અન્ય દેશો તરફ હાથ લંબાવીને ઊભું છે. આવી સ્થિતિમાં, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ કેટલીક એવી વસ્તુઓ પાકિસ્તાનથી આવે છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ચાલો તમને આ પાકિસ્તાની વસ્તુઓ વિશે જણાવીએ.
પ્રખ્યાત છે પાકિસ્તાનના ડ્રાયફ્રૂટ્સ અને ફળ
ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સના મામલે પાકિસ્તાન ઘણા દેશોથી આગળ છે. ઘણા દેશોમાં પાકિસ્તાનના ડ્રાયફ્રૂટ્સની સારી માંગ છે. ભારતે વર્ષ 2017માં 488.5 મિલિયન ડોલરના પાકિસ્તાની માલની આયાત કરી હતી. ત્યારે ભારતે પાકિસ્તાનથી ડ્રાયફ્રુટ્સ, તરબૂચ સહિત અનેક પ્રકારના ફળોની આયાત કરી હતી. પાકિસ્તાનમાં સારી ગુણવત્તાના ફળોનું મોટું બજાર છે.
આ સમાચાર પણ વાંચો:Defence News : પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું સફળ લક્ષ્યાંક, નિશાન...
સિંધવ નમક અને સીમેન્ટ
આપને જાણીને નવાઈ લાગશે કે બિનાની સિમેન્ટનું ઉત્પાદન પાકિસ્તાનમાં થાય છે અને ભારતમાં તેની સારી માંગ છે. ભારતમાં પાકિસ્તાનના મીઠા, સલ્ફર, પથ્થર અને ચૂનાની પણ સારી માગ છે. ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં વપરાતું સિંધવ મીઠું પાકિસ્તાનથી આવે છે. પાકિસ્તાનની મુલતાની માટી આખી દુનિયામાં પ્રખ્યાત છે. ચશ્માના ઓપ્ટિકલ્સ પણ પાકિસ્તાનથી સારી માત્રામાં મંગાવવામાં આવે છે. ચામડાની બનાવટો પણ પાકિસ્તાનથી ભારતમાં આવે છે.
ખૂબ જ પસંદ કરવામાં આવે છે પાકિસ્તાન કોટન
પાકિસ્તાની કોટનની ભારતમાં પણ સારી માગ છે. પાકિસ્તાન ભારતને સ્ટીલ અને કોપર પણ મોટા પ્રમાણમાં વેચે છે. બિન-કાર્બનિક રસાયણો, ધાતુના સંયોજનો પણ પાકિસ્તાનથી આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કન્ફેક્શનરી પ્રોડક્ટ પણ આયાત કરવામાં આવે છે. લાહોરના કુર્તા અને પેશાવરી ચપ્પલની પણ ભારતમાં સારી માગમાં છે.
Join Our WhatsApp Community