News Continuous Bureau | Mumbai
નવા મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડર આજથી મોંઘો થયો છે અને તમને ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે વધુ રૂ. 50 રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હીમાં આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં પણ થયો ભાવ વધારો
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે અને તેની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 350.50 રૂપિયા મોંઘા થયા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : જોવા માટે તૈયાર રહેજો! ભારતમાં આ તારીખે જોવા મળશે ગુરુ-શુક્રના મિલનનુ અદભૂત દ્રશ્ય
ચાર મહાનગરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના નવા ભાવ
દિલ્હીમાં ઘરેલુ એલપીજીની કિંમત 1053 રૂપિયાથી વધીને 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
મુંબઈમાં ઘરેલુ એલપીજીની કિંમત 1052.50 રૂપિયાથી વધીને 1102.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
કોલકાતામાં ઘરેલુ એલપીજીની કિંમત 1079 રૂપિયાથી વધીને 1129 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
ચેન્નાઈમાં ઘરેલુ એલપીજીની કિંમત 1068.50 રૂપિયાથી વધીને 1118.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
જાણો ચાર મહાનગરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ
દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
મુંબઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1721 રૂપિયાથી વધીને 2071.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
કોલકાતામાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1869 રૂપિયાથી વધીને 2219.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1917 રૂપિયાથી વધીને 2267.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
8 મહિના બાદ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે
ઉલ્લેખનીય છે કે 8 મહિના પછી ઘરેલુ સિલિન્ડર ના ભાવમાં વધારો થયો છે અને આ પહેલા 1 જુલાઈના રોજ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. આ કારણે છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જુલાઈમાં જ વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ઘરોમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક, 650+ ખાલી જગ્યાઓ પર થશે ભરતી! અરજી કરવાની આ છે છેલ્લી તારીખ..