News Continuous Bureau | Mumbai
Electric Vehicle : જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે કયો બિઝનેસ(Business) શરૂ કરવો છે, તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપી રહ્યા છીએ. આજકાલ ઈલેક્ટ્રીક વાહનો (Electric Vehicle) નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. મોંઘવારીના આ યુગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. તેની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન (Electric Vehicle Charging Station) નો બિઝનેસ શરૂ કરીને, તમે તગડો નફો કમાઈ શકો છો.
ઈલેક્ટ્રિક વાહનોએ બજારમાં ધૂમ મચાવી છે. તેને ચલાવવા માટે લોકોએ પોતાના ખિસ્સામાંથી વધારે ખર્ચ કરવાની જરૂર નથી પડતી. આવી સ્થિતિમાં શહેરોથી લઈને ગામડાઓમાં તેની માગ ઝડપથી વધી રહી છે. ગામડાઓમાં મોટી સંખ્યામાં ઈ-રિક્ષાઓ ચાલે છે. આવી સ્થિતિમાં, EV ચાર્જિંગ સ્ટેશનનો બિઝનેસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કેટલી જગ્યાની જરૂર પડશે
ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે, તમારી પાસે રસ્તાની બાજુએ 50 થી 100 ચોરસ યાર્ડનો ખાલી પ્લોટ હોવો આવશ્યક છે. આ ખાલી જગ્યા તમારા નામે પણ હોઈ શકે છે અથવા તે 10 વર્ષ માટે લીઝ પર હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક વાહન ચલાવતી વખતે કોઈ પ્રદૂષણ થતું નથી.
કેવી રીતે આ બિઝનેસની શરૂઆત કરવી ?
ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે તમારે ઘણી જગ્યાએથી પરમિશન લેવી પડશે. તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC લેવું પડશે. ચાર્જિંગ સ્ટેશન પર કારના પાર્કિંગ અને તેના પ્રવેશ અને બહાર નીકળવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. તેની સાથે ચાર્જિંગ સ્ટેશન પર સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય, રેસ્ટ રૂમ, ફાયર એક્સટિંગવિશર અને હવાની સુવિધા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોવી જોઈએ.