275
News Continuous Bureau | Mumbai
ટેસ્લાના શેરમાં ભારે ઘટાડા બાદ તેના ચીફ એલોન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ટેસ્લાના શેરમાં ઘટાડા બાદ એલન મસ્કે વ્યક્તિગત સંપત્તિ ગુમાવામાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે… જેના પછી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. એલોન મસ્ક છેલ્લા એક વર્ષમાં 180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે… ફોર્બ્સ મેગેઝિન અનુસાર 2021 માં એલોન મસ્કની સંપત્તિ 320 બિલિયન હતી… જે જાન્યુઆરી 2023 માં ઘટીને માત્ર 138 બિલિયન થઈ ગઈ…. આટલા ઓછા સમયમાં સંપત્તિ ગુમાવવાના મામલામાં એલોન મસ્કે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાનના ટેક ઇન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો… જેણે 58.6 અબજ ડોલરની સંપત્તિ 2000માં ગુમાવી હતી… પરંતુ હવે એલોન મસ્કે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે… હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે એલોન મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિએ 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી હોય.. એલન મસ્કની સંપત્તિમાં એવો ઘટાડો આવ્યો કે તેમણે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનું સ્ટેટસ પણ ગુમાવી દીધુ છે. ફ્રાન્સના લગ્ઝરી બ્રાન્ડ Louis Vuitton ના પ્રમોટર બર્નાડ અરનોલ્ટે મસ્કને પાછળ છોડી દીધા છે…. બર્નાડ અરનોલ્ટની સંપત્તિ 190 અબજ ડોલર છે. એલન મસ્ક દુનિયાના ધનીકોની યાદીમાં બીજા સ્થાન પર છે….
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ‘RRR ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ મળવા પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, ટ્વીટ દ્વારા કહી મોટી વાત
Join Our WhatsApp Community