Site icon

હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ, લોકો થયા નારાજ! સરકારે આપી મોટી જાણકારી

જો તમારો વધારે ખર્ચ હેલ્થકેર સંબંધિત વસ્તુઓ પર થાય છે, તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચ્યા પછી, તમે ચોક્કસપણે એક વાર તો ચોંકી જશો.

Fact Check Has the Centre proposed a 5% tax on healthcare in Union Budget 2023

હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ, લોકો થયા નારાજ! સરકારે આપી મોટી જાણકારી

News Continuous Bureau | Mumbai

Tax on Healthcare: જો તમારો વધારે ખર્ચ હેલ્થકેર સંબંધિત વસ્તુઓ પર થાય છે, તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચ્યા પછી, તમે ચોક્કસપણે એક વાર તો ચોંકી જશો. આ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, આ બજેટમાં મોદી સરકાર દ્વારા હેલ્થકેર પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ મેસેજ વાંચ્યા બાદ મોટાભાગના લોકો વિચારી રહ્યા છે કે સરકાર દ્વારા નવો ટેક્સ લાદવામાં આવ્યો છે. પરંતુ આ વાસ્તવિકતા નથી.

Join Our WhatsApp Community

ફેક્ટ ચેક દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું

જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે તેની વાસ્તવિકતા જાણવી જ જોઈએ. વાયરલ થઈ રહેલા મેસેજની પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) કરવામાં આવી ત્યારે તેની વાસ્તવિકતા સામે આવી હતી. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું હતું કે, આ દાવો તદ્દન ખોટો છે. સાથે જ, PIB ફેક્ટ ચેકમાં કહેવામાં આવ્યું છે કે ટ્વીટ સાથે જોડાયેલો પત્ર વર્ષ 2011નો છે અને તેને ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.

ભ્રામક મેસેજને ફોરવર્ડ કરવા પર પ્રતિબંધ

સરકારના અધિકૃત ફેક્ટ ચેકર ‘પીઆઈબી ફેક્ટ ચેક’ (PIB Fact Check) એ લોકોને આવા કોઈ ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ઉપરોક્ત મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, આ દાવો સંપૂર્ણપણે નકલી છે. સરકાર દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  હોળાષ્ટક 2023: આજથી શરૂ થઈ રહ્યું છે હોળાષ્ટક. જાણો હોળાષ્ટક ક્યારે સમાપ્ત થશે? હોળીના આ 9 દિવસોમાં શું કરવું અને શું નહીં

વાયરલ મેસેજમાં શું છે ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હેલ્થકેર પર વધારાનો ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં સરકારને નવો ટેક્સ પાછો ખેંચવાની પણ માગ કરવામાં આવી રહી છે. પરંતુ આ વાસ્તવિકતા નથી. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 2023ના બજેટ દરમિયાન જ સરકારે 5 ટકા ટેક્સ લગાવ્યો છે. પરંતુ તેમાં કોઈ વાસ્તવિકતા નથી.

Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version