FedEx Corp. (NYSE: FDX)ની સબ્સિડિયરી અને વિશ્વની સૌથી વિશાળ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની FedEx Express બીજા વાર્ષિક ગ્રેટ ઈન્ડિયન બાયોલોજિક્સ ફૅસ્ટિવલ, 2023 દરમિયાન પોતાના સર્વગ્રાહી હેલ્થકૅર સોલ્યુશન્સનું નિદર્શન કરી રહી છે.
ભારતમાં પ્રતિવર્ષ કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સની માંગ વધી રહી છે અને 2025 સુધીમાં તેમાં વાર્ષિક 20 ટકાના દરે વધારો થવાની સંભાવના છે. એક સબળ કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સની વધી રહેતી જરૂરિયાતને પહોંચી વળવા માટે FedEx આ ઇવેન્ટમાં અસરકારક હેલ્થકૅર પેકેજિંગ તથા વિશેષ ટ્રેકિંગ ટેકનોલોજીની પોતાની વિશાળ રેન્જનું નિદર્શન કરશે. ભારતમાં સૌપ્રથમ વખત આધુનિક FedEx તેની પોતાની ટેકનોલોજી SenseAware SM M4 પ્રદર્શિત કરશે. SenseAware SM એ આધુનિક મોનિટરિંગ વ્યવસ્થા છે. તેમાં અનેકવિધ સેન્સર ડિવાઇસનો ઉપયોગ થયો છે જેથી પેકિંગથી લઇને માલની ડિલિવરી સુધીના તમામ શિપમેન્ટનો રિયલ-ટાઇમ ડેટા એકત્ર થશે. સૌથી આધુનિક SenseAware SM M4 ડિવાઇસ એ અત્યાર સુધીનું સૌથી સક્ષમ SenseAware SM છે. આ ડિવાઇસમાં શ્રેણીબદ્ધ સેન્સર, FedEx પ્રોપ્રાઇટરી એરપ્લેન મોડ તથા FedEx પરિવહન નેટવર્કની અંદર અને બહાર ઑપરેટ કરવાની ક્ષમતા છે.
હેલ્થકૅર શિપમેન્ટમાં ટેમ્પરેચર નિયંત્રણની તેમજ ટ્રાન્ઝિટના વિશ્વાસપાત્ર સમયની નિશ્ચિત આવશ્યકતા હોય છે. FedEx પાસે હેલ્થકૅર શિપમેન્ટને અલગ અલગ રાખવા માટે વિવિધ પ્રકારનાં પેકેજિંગ સોલ્યુશન્સ છે. સાથે યોગ્ય ટેમ્પરેચરમાં તેની ડિલિવરી થાય તેની ખાતરી કરવામાં આવે છે. મેડપૅક થર્મો-13, મેડપૅક ફ્રોઝન-10, એમ્બિઅન્ટ શિપર બોક્સ તથા નેનોકૂલ નામે નવા પેકેજિંગ સોલ્યુશન સહિત તમામ સોલ્યુશન્સનું નિદર્શન બૂથ નં. 28માં કરવામાં આવશે. નેનેકૂલનો ઉપયોગ સરળ છે અને તેમાં પ્રિ-કન્ડિશનિંગની જરૂર રહેતી નથી. તે એક પુશબટન દ્વારા જ ઑપરેટ થઈ શકે છે. તે વિવિધ કદમાં ઉપલબ્ધ છે અને તે શિપમેન્ટનું ટેમ્પરેચર 96 કલાક સુધી સતત 2-8 ડિગ્રી સેલ્સીઅસ રાખે છે.
આ સમાચાર પણ વાંચો : પોરબંદર બીચ પર શાર્ક સૂપ માટે ડોલ્ફિનનું મારણ, દાણચોરીનો પર્દાફાશ
“હેલ્થકૅર પ્રોવાઇડરોને સ્પેશિયલાઇઝ શિપિંગ સેવાઓની જરૂર હોય છે જે સંપૂર્ણ, ગુણવત્તા, ચોક્કસ તેમજ કંટ્રોલ સહિત નિરંતર સપોર્ટ આપી શકે” તેમ FedEx Express ના ઑપરેશન્સ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સુવેન્દુ ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “FedEx તેના ફ્લેક્સિબલ વૈશ્વક નેટવર્ક મારફત દરરોજ સમય અને ટેમ્પરેચરની જરૂરિયાત આધારિત હેલ્થકૅર પેકેજ ડિલિવર કરે છે. અમે ઘણા લાંબા સમયથી એક સબળ હેલ્થકૅર સપ્લાય ચેઇન, કોલ્ટ ચેઇન ક્ષમતા વિકસાવવા પર ધ્યાન આપીએ છીએ તથા હેલ્થકૅર માર્કેટમાં ગ્રાહકોની જરૂરિયાતને યોગ્ય રીતે પૂરી કરવામાં દાયકાઓનો અનુભવ ધરાવીએ છે. અમે પાંચેય ખંડમાં 90 કરતાં વધુ કોલ્ડ ચેઇન ફેસિલિટીનું નિર્માણ કર્યું છે.”
FedEx ભારતમાં 6,000 કરતાં વધુ પોસ્ટલ કોડ ક્ષેત્રોમાં ઘરે-ઘરે ડિલિવરીની સુવિધા આપે છે જેમાં સમય તેમજ ટેમ્પરેચર-નિયંત્રિત હેલ્થકૅર શિપમેન્ટનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ શિપમેન્ટમાં મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પૂણે, ચેન્ની, દિલ્હી, કોલકાતા તથા અમદાવાદ જેવાં મેટ્રો શહેરોમાં 24 થી 48 કલાકમાં એક્સપ્રેસ ડિલિવરીનો સમાવેશ થાય છે. ગ્રાહકો તેમના શિપમેન્ટને મોનિટર કરવા માટે FedEx Priority Alert Plus™ સુવિધાનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, અને જો ડિલિવરીમાં વિલંબ થાય તો ગ્રાહકો વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકે છે. આ સેવામાં ડ્રાય-આઇસ ભરવો, જેલ-પૅક એક્સચેન્જ તથા કોલ્ડ સ્ટોરેજ જેવા વધારાના વિકલ્પોનો પણ સમાવેશ થાય છે. હાલ, FedEx Priority Alert™ ભારત સહિત 70 કરતાં વધુ દેશો અથવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે.