Site icon News Continuous Bureau | Mumbai

Free Tomato: ગજબની ઓફર: અહીં ફ્રીમાં મળે છે મોંઘાદાટ ભાવના બે કિલો ટામેટા, પણ છે આ શરત..

Free Tomato: છેલ્લા ઘણા દિવસોથી ટામેટાએ લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. તે આમ જનતાના રસોડામાંથી ગાયબ છે અને આકાશને આંબી રહેલા ભાવમાં ઘટાડો થાય તેવું દેખાતું નથી. આવી સ્થિતિમાં, દરેક પ્રકારના જોક્સ અને મીમ્સ શરૂ થઈ ગયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તમારે કોઈને ગિફ્ટ આપવી હોય તો ટામેટા આપો, જો તમે રૂઠેલી વ્યક્તિને મનાવવું હોય તો ટામેટા આપો, જો તમે કોઈનું દિલ જીતવા માંગો છો, તો ટામેટા આપો. પરંતુ આ વાત હવે માત્ર મજાક પૂરતી સીમિત નથી રહી.

Free Tomato: Get tomatoes free with shoes, phones and helmet

Free Tomato: Get tomatoes free with shoes, phones and helmet

News Continuous Bureau | Mumbai

Free Tomato: ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ટામેટાંનો ભાવ 150 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ટામેટાં ઘણા લોકોને પોસાય તેમ નથી. રસોડામાં શાકભાજી(Vegetables) બનાવવામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ટામેટાંની વધતી કિંમતથી ઘણા ઘરોનું બજેટ ખોરવાયું છે. ટામેટાને લઈ કેટલાક રાજ્યોમાં નવી નવી ઑફરો પણ શરુ થઈ છે.

Join Our WhatsApp Channel

ટામેટાંના વધતા ભાવને જોતા કેટલાક વિક્રેતાઓ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે અનોખો આઈડીયા અપનાવ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ત્યારે કહી શકાય છે કે, આપદાને અવસરમાં બદલવાનો આ સારો જુગાડ છે.

મુસાફરોને એક કિલો ટામેટા ફ્રી

ચંદીગઢના એક ઓટો ડ્રાઈવરે તેની રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને એક કિલો ટામેટાં મફતમાં ઓફર(offer) કર્યા છે. પરંતુ આ માટે મુસાફરોએ ઓછામાં ઓછી પાંચ વખત તેની રિક્ષામાં મુસાફરી કરવી પડશે.

આ સમાચાર પણ વાંચો: Indian Railway: રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, હવે માત્ર 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, આ શહેરથી થયો પ્રારંભ..

ફોન ખરીદનારને બે કિલો ટામેટા ફ્રી

મધ્યપ્રદેશમાં એક મોબાઈલ ફોન(Phone) વિક્રેતાએ તેની દુકાનમાંથી મોબાઈલ ફોન ખરીદનારને બે કિલો ફ્રી ટામેટાની ઓફર મૂકી છે.

હેલ્મેટ ખરીદનારને એક કિલો ટામેટા ફ્રી

તમિલનાડુમાં એક દુકાનદારે પોતાના ગ્રાહકોને ઓફર આપી છે કે જે પણ તેની દુકાનમાંથી હેલ્મેટ (Helmet) ખરીદશે તેને 1 કિલો ટામેટા મફતમાં આપશે.

જૂતા ખરીદનારને બે કિલો ટામેટા ફ્રી

પંજાબમાં બુટ-ચપ્પલના દુકાન માલિકે તેના ખરીદદારોને જે તેની પાસેથી 1000 થી 1500 રૂપિયાના જૂતા (Shoes) ખરીદશે તેને બે કિલો ટામેટા મફતમાં આપવામાં આવશે.

ટેટૂ કરાવનારને એક કિલો ટામેટા ફ્રી

ઉત્તર પ્રદેશમાં એક ટેટૂ શોપમાં ટેટૂ(Tattoo) કરાવ્યા બાદ એક કિલો ટામેટાં મફતમાં ટામેટા મફતમાં આપશે.

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version