હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ત્રીજા નંબરથી 35માં નંબરે આવી ગયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણીની સંપત્તિમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીએ સારી છલાંગ લગાવી છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાક દરમિયાન $1.4 બિલિયનની સંપત્તિ એકત્ર કરી છે. 35મા નંબરેથી, ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. જો અદાણી ગ્રુપ પર રોકાણકારોનો વિશ્વાસ આ રીતે વધતો રહેશે તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોચના 10 અમીરોની નજીક પહોંચી શકે છે.
આ સમાચાર પણ વાંચો : OnePlus લાવ્યું બજેટ ઈયરબડ, બેટરી 39 કલાક ચાલશે અને કિંમત તમને ખુશ કરશે.
અમીરોની યાદીમાં ગૌતમ અદાણી કયા નંબર પર છે?
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ અનુસાર, વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $211.1 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે અને બીજા નંબરે એલોન મસ્ક છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 25મા નંબરે છે. જોકે તેઓ હજુ પણ ટોપ-10થી દૂર છે. તેમની કુલ સંપત્તિ $46.3 બિલિયન સુધી પહોંચી ગઈ છે.
મુકેશ અંબાણી 8મા સ્થાને
અમીરોની યાદીમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ટોપ ટેનમાં 8મા સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ $85.6 બિલિયન છે. 9મા નંબર પર સ્ટીવ બાલ્મર છે, જેની કુલ સંપત્તિ $82 બિલિયન છે. 10મા સ્થાને લેરી પેજ છે, જેની કુલ સંપત્તિ $82 બિલિયન છે.