Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો અધધ કરોડનો વધારો, એશિયાના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે. બ્લુમબર્ગ બીલેનીયર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂઆત ના સાડા દસ મહિનામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) નો વધારો થયો છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) નો વધારો થયો છે. એટલે કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વધી છે. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. 
 


ઉલ્લેખનીય છે કે હાલ અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. અદાણીની સંપત્તિ તેમની કંપનીના ચાર શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન.

Join Our WhatsApp Channel
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version