Site icon News Continuous Bureau | Mumbai

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ

News Continuous Bureau | Mumbai

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી(Gold And Silver rate)ના સપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાની કિંમતમાં 1522 રૂપિયાનો ભારે ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં 793 રૂપિયાનો ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ કારોબારી સપ્તાહની શરૂઆતમાં (12 થી 16 સપ્ટેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ 50,863 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 49,341 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો વળી ચાંદીની કિંમત રૂ. 55,937 થી ઘટીને રૂ. 55,144 પ્રતિ કિલો થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે

સપ્ટેમ્બર 12, 2022- 50,863 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

13 સપ્ટેમ્બર, 2022- 50,676 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

14 સપ્ટેમ્બર, 2022- 50,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

15 સપ્ટેમ્બર, 2022- રૂ 49,926 પ્રતિ 10 ગ્રામ

16 સપ્ટેમ્બર, 2022- રૂ 49,341 પ્રતિ 10 ગ્રામ

આ સમાચાર પણ વાંચો : સોનું 50000 રૂપિયાથી નીચે સરક્યું- ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ 

છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે

સપ્ટેમ્બર 12, 2022- રૂ 55,937 પ્રતિ કિલો

13 સપ્ટેમ્બર, 2022- રૂ 57,270 પ્રતિ કિલો

14 સપ્ટેમ્બર, 2022- રૂ 56,350 પ્રતિ કિલો

15 સપ્ટેમ્બર, 2022- રૂ 56,330 પ્રતિ કિલો

16 સપ્ટેમ્બર, 2022- રૂ 55,144 પ્રતિ કિલો

જણાવી દઈએ કે IBGA દ્વારા જારી કરાયેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની પ્રમાણભૂત કિંમત વિશે માહિતી આપે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version