Wednesday, March 29, 2023

અરે વાહ / ગોલ્ડના ભાવ સાંભળી ખુશીથી ઝૂમી ઉઠશો, સોનું-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો: જુઓ આજનો રેટ

સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

by AdminH
Gold price today: Yellow metal slips below Rs 57,000 on MCX - Check rates

 News Continuous Bureau | Mumbai

Gold Price Today Ahmedabad : સોનાના ભાવ ( gold price update) માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોના અને ચાંદી (Gold-Silver) બંનેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવ 56,780 થઈ ગયો છે. તે જ સમયે, ચાંદીની કિંમત ( Silver Price Today) રૂપિયા 68,600 ના સ્તર પર બંધ થઈ ગઈ છે. આવો જાણીએ કે આજે 10 ગ્રામ સોનાનો ભાવ શું છે-

સોનું-ચાંદી થઈ ગયું સસ્તું

અમદાવાદમાં આજે સોનાની કિંમત 220 રૂપિયા ઘટીને 56,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ છે. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ દિવસમાં, સોનાની કિંમત 56,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થઈ હતી. આ ઉપરાંત આજે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે. ચાંદીનો ભાવ પણ 400 રૂપિયા ઘટીને 68,600 રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યો હતો.

ગ્લોબલ બજારમાં સસ્તું થયું સોનું

આ સિવાય જો ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 1,821 ડોલર રહી છે. તે જ સમયે, ચાંદીની કિંમત 21.29 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે.

આ સમાચાર પણ વાંચો :  ખાણકામ / દરિયામાં ‘ખજાનો’ શોધી રહી છે સરકાર, મળી જશે આ વસ્તુ તો દેશ થઈ જશે માલામાલ

જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય ?

રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક શ્રીરામ અય્યરે જણાવ્યું હતું કે, અપેક્ષા કરતાં વધુ સારા અમેરિકા આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વના અધિકારીઓની આક્રમક ટિપ્પણીઓને કારણે સોનના ભાવ ઘટી રહ્યા છે.

ચેક કરો તમારા શહેરના ભાવ

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

ગોલ્ડ ખરીદતા પહેલા ધ્યાન રાખો

જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  ફટકો / RBIએ 2023ને ગણાવ્યો પડકારજનક વર્ષ, વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરી

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous