News Continuous Bureau | Mumbai
વિક્રમી સપાટી તરફ આગળ વધતા સોનાના ભાવમાં ( Gold prices ) ગઇકાલે બ્રેક લાગી હતી. પરંતુ, આજે ફરી સોનું સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલના ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે ચાંદીમાં પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું ધીમે ધીમે રૂ. 56,200ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. આજે એટલે કે શુક્રવાર 6 જાન્યુઆરીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત ( latest rate ) 0.31 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદી પણ 0.37 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહી છે.
શુક્રવારે, વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ ગઈકાલના બંધ ભાવથી સવારે 09:15 વાગ્યા સુધી રૂ. 31 વધીને રૂ. 55,321 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સોનાનો ભાવ રૂ.55,382 પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 500 ઘટીને રૂ. 55,267 પર બંધ થયો હતો. ગુરુવારે, MCX પર સોનાનો દર 0.90 ટકા ઘટીને બંધ થયો હતો. તે જ સમયે, ચાંદી પણ 1.68 ટકા ઘટીને બંધ થઈ હતી.
ચાંદીમાં ચળકાટ
આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 251 રૂપિયાના ઉછાળા સાથે રૂપિયા 68,329 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આજે ચાંદીની કિંમત 68,389 રૂપિયા પર ખુલી છે. એક વખત તેની કિંમત 68,395 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી તે 69,330 રૂપિયા થઈ ગઈ. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ MCX પર રૂ. 1,168 ઘટીને રૂ. 68,150 પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે
આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાનો હાજર ભાવ આજે 0.83 ટકા ઘટીને $1,836.66 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત 1.83 ટકા ઘટીને 23.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 56630
Mumbai 55530
Delhi 55680
Kolkata 55530
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા